Home » India » Delhi » મોદી સરકારના મંત્રીએ કહ્યું, ધીમે-ધીમે બધાના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવી જશે

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

મોદી સરકારના મંત્રીએ કહ્યું, ધીમે-ધીમે બધાના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવી જશે

નવી દિલ્હી :    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં ચૂંટણી પ્રચાર વખતે આપેલું 15-15 લાખ રૂપિયાનું વળતર વાળું વચન આજે તેમના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. વિપક્ષ સતત આ મામલે સતત મુદ્દો બનાવતું રહ્યું છે. જોકે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે, ધીમે ધીમે લોકોના ખાતામાં પૈસા આવી જશે.

મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાના ઈસ્લામપુરમાં કેન્દ્રીય સામાજીક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાનો વાયદો કર્યો હતો. આટલી મોટી રકમ સરકાર પાસે નથી.

તેમણે કહ્યું હતું કે, આરબીઆઈ પાસેથી આ રકમની માંગણી કરી રહી છે પરંતુ તે આ રકમ ફાળવતી નથી. આ મામલે ટેક્નિકલ સમસ્યા છે. આ કામ એકસાથે ના થઈ શકે, પરંતુ ધીમે ધીમે થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી સભાને સંબોધતા તે સમયે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વિદેશોમાં રહેલુ કાળું નાણું પાછુ લાવવાની અને દરેકના બેંક ખાતામાં 15-15 લાખ રૂપિયાની વાત કરી હતી. આ મામલે 2016માં દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં પુછવામાં આવ્યું હતું કે, બેંકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા ક્યારે જમા થશે.

બાદમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, આ પ્રકારનું કોઈ વચન આપવામાં આવ્યુ નહોતુ. આ માત્ર રાજકીય જુમલો હતો.