Home » India » Delhi » સરકાર અને RBI વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો, તાલમેલ જરુરી : મનમોહનસિંહ

News timeline

India
5 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
28 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
33 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

સરકાર અને RBI વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો, તાલમેલ જરુરી : મનમોહનસિંહ

નવી દિલ્હી :  સરકાર અને આરબીઆઇ વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે, થોડા દિવસ પહેલા જ ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું જેને પગલે સરકાર પર અનેક સવાલો ઉઠયા હતા. આ સ્થિતિ વચ્ચે પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રીઓમાં નામના ધરાવતા મનમોહનસિંહે જણાવ્યું હતું કે સરકાર અને આરબીઆઇ વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો છે અને બન્ને વચ્ચે જે પણ વિવાદો થાય કે અલગ અલગ મતભેદો હોય તો પણ વિવાદનો ઉકેલ લાવવો જોઇએ અને બન્ને વચ્ચેનો તાલમેલ જળવાઇ રહેવો જોઇએ.

મનમોહનસિંહ પણ આરબીઆઇના ગવર્નર રહી ચુક્યા છે, પોતાના અનુભવોને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે આરબીઆઇની જે સ્વતંત્રતા છે તે જળવાઇ રહેવી જોઇએ, તેના પ્રત્યે આદર હોવો જરુરી છે. ઉર્જિત પટેલના રાજીનામા બાદ ઇતિહાસમાં એમ.એ.નો અભ્યાસ કરનારા શક્તિકાંતા દાસને આરબીઆઇના નવા ગવર્નર બનાવાયા છે.

જે અંગે જ્યારે મનમોહનસિંહને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે આરબીઆઇના ગવર્નર જે પણ હોય તે તેમને મારી શુભકામનાઓ. સાથે પ્રાર્થના કરુ છું અને આશા રાખુ છું કે સરકાર અને આરબીઆઇ બન્ને સાથે મળીને કોઇ રસ્તો કાઢશે અને વિવાદનો ઉકેલ આવશે.

કોંગ્રેસ શાસિત રાજ્ય મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા, જે અંગે પૂછવામાં આવતા મનમોહનસિંહે કહ્યું હતું કે અમે જે વચન આપ્યું તેને પુરુ કરી બતાવ્યું છે માટે તેનું સમ્માન થવું જોઇએ.