Home » India » Delhi » નોટબંધીથી દેશને શું ફાયદો થયો?: એનડીએથી નારાજ પાસવાનનો ભાજપને સવાલ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

નોટબંધીથી દેશને શું ફાયદો થયો?: એનડીએથી નારાજ પાસવાનનો ભાજપને સવાલ

નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મુદ્દે લોક જનશક્તિ પક્ષ (એલજેપી) ભાજપથી નારાજ હોવાના અહેવાલો વચ્ચે રામ વિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન ચિરાગ પાસવાને એક પત્ર લખીને નાણાં મંત્રી અરુણ જેટલીને એક પત્ર લખીને નોટબંધીના ફાયદા શું થયા એ વિશે જાણકારી માંગી છે. 

ચિરાગ પાસવાન એલજેપીના સંસદીય બોર્ડના અધ્યક્ષ છે. આ કારણસર તેમણે નાણાં મંત્રી જેટલીને લખેલા પત્રના રાજકીય પાસાંનો પણ વિચાર થઈ રહ્યો છે. આ દરમિયાન હાલની પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ નોટબંધીનો મુદ્દો ગરમ રહ્યો હતો. ચિરાગ પાસવાને બે દિવસ પહેલાં જ એક ટ્વિટ કરીને લોકસભાની ચૂંટણીને પગલે બિહારમાં બેઠકોની વહેંચણી મુદ્દે મોડું થઈ રહ્યું હોવાથી નારાજગી દર્શાવી હતી.

રામ વિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનની ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથેની બેઠક એક કલાક ચાલી હતી. આ બેઠકમાં અરુણ જેટલી અને બિહાર ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આ બેઠક બાદ રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે, આ મહિનાના અંત સુધીમાં લોકસભા બેઠકોની વહેંચણી થઈ જશે. અમે સ્પષ્ટતા કરી દીધી છે કે, એલજેપીને લોકસભામાં છ અને રાજ્યસભામાં એક બેઠક જોઈશે. આ મુદ્દે આખરી નિર્ણય ચિરાગ પાસવાન લેશે.

રામ વિલાસ પાસવાને પાંચ રાજ્યોની ચૂંટણી મુદ્દે જવાબ આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ઘણાં લાંબા સમય પછી સારો દેખાવ કરી શકી છે. એટલે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવનો શ્રેય રાહુલ ગાંધીને આપવો જોઈએ. કોંગ્રેસની નેતાગીરીમાં ઘણો બદલાવ આવ્યો છે. તેમણે અનેક મુદ્દા સારી રીતે ઉપાડયા હતા. કોંગ્રેસ ખેડૂતો અને બેકારીની વાતો કરતી હતી, ત્યારે અમે ધર્મ અને મંદિરોમાં વ્યસ્ત હતા.