Home » India » Delhi » સરકારે 33 વસ્તુઓ પર ઓછા કર્યા GSTના દર

News timeline

Breaking News
9 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
48 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

સરકારે 33 વસ્તુઓ પર ઓછા કર્યા GSTના દર

નવી દિલ્હી :    GST કાઉન્સિલની શનિવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થયેલી બેઠકમાં આમ આદમીને મોટી રાહત આપવામાં આવી છે. બેઠકમાં સામેલ પોન્ડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ કહ્યું કે સરકારે રોજિંદા વપરાશમાં આવનારી 33 વસ્તુઓને 18% સ્લેબમાંથી 12% અને 5% સ્લેબમાં મૂકી છે.

તેમણે કહ્યું કે અમે સરકાર પાસે તમામ વસ્તુઓને 18% અને તેનાથી નીચેના ટેકસ સ્લેબમાં લાવવાની માંગ કરી હતી. માત્ર 34 વસ્તુઓને બાદ કરતા તમામ વસ્તુઓને 18% અને તેનાથી નીચેના સ્લેબમાં લાવવામાં આવશે.

દિલ્હીમાં નાણાં મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક હાલ પણ ચાલી રહી છે. થોડી જ વારમાં સરકારના આ નિર્ણયને ઓફિશિયલ જાહેર કરવામાં આવી શકે છે. સરકારનો ઈરાદો એવો છે કે 28% સ્લેબમાં માત્ર લક્ઝરી અને આરોગ્યને નુકશાન પહોંચાડનારી વસ્તુઓ રાખવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ બાબતનો સંકેત આપ્યો હતો.

જો કે, અત્યારે એવું સ્પષ્ટ થઇ શક્યું નથી કે કઇ પ્રોડક્ટ પર હવે કેટલો જીએસટી લાગશે. તેના પહેલા શનિવારે સવારે વિજ્ઞાન ભવનમાં શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતામાં નાણામંત્રી અરૂણ જેટલીએ કરી છે. જીએસટી પરિષદ ગત કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ આશા સેવવામાં આવી રહી છે કે 28 ટકાના સ્લેબમાંથી ઘણી બીજી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, તેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે.

જુલાઈ 2017થી જયારે જીએસટી લાગુ થયો ત્યારે 28 ટકા ટેક્સ સ્લેબમાં 226 વસ્તુઓ હતી. દોઢ વર્ષમાં તેમાંથી 192 વસ્તુઓ પર ટેકસ ઘટાડવામાં આવ્યો છે. હાલ 28 ટકા જીએસટી સ્લેબમાં 34 વસ્તુઓ છે. તેમાં સિમેન્ટ સિવાય વાહન, ઓટોમોબાઈલ પાર્ટસ, ટાયર, યાટ, એરક્રાફટ, કોલ્ડ ડ્રિન્કસ, તમાકું, સિગરેટ અને પાન મસાલા જેવી વસ્તુઓ સામેલ છે.

તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેને હવે ઘટાડીને 34 કરી નાખવામાં આવ્યો છે, એટલે કે 5 અન્ય ઉત્પાદનોનો 28 ટકાના સૌથી GST દરથી બહાર કરવામાં આવ્યા છે. તેના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 1,200થી વધુ વસ્તુઓ અને સેવાઓમાંથી 99 ટકા પર 18 ટકા અથવા તો તેનાથી ઓછો જીએસટી લાગશે. એક અધિકારીએ કહ્યું હતું કે, વાહનના ટાયરો પર 28 ટકા જીએસટીથી આમ આદમી પ્રભાવિત થઇ રહી છે. એવામાં જીએસટી પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય ધ્યાન આમ આદમી પર જીએસટી ઓછો કરવા પર રહ્યું છે.