Home » India » Delhi » શત્રુધ્ન સિંહા લાલુને મળ્યા : તેજસ્વીને બિહારનો ચહેરો ગણાવ્યો

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

શત્રુધ્ન સિંહા લાલુને મળ્યા : તેજસ્વીને બિહારનો ચહેરો ગણાવ્યો

રાંચી : ભાજપના નેતા શત્રુધ્ન સિંહા આજે રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવને હોસ્પિટલમાં મળવા ગયા હતાં. લાલુ સમક્ષ તેમના પુત્ર તેજસ્વી યાદવની પ્રશંસા કરતા સિંહાએ જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં બિહારનો ચહેરો બનશે. 

પટણા સાહેબ મતવિસ્તારના ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાની સાથે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુભોધકાંત સહાય પણ લાલુને મળવા ગયા હતાં. 

લાલુ પ્રસાદ યાદવ ખરાબ તબિયતને પગલે હાલમાં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ છે. 

આ મુલાકત પછી પત્રકારો સાથેની વાતચીતમાં સિંહાએ જણાવ્યું હતું કે તેજસ્વી ખૂબ સારો અને  પ્રતિભાશાળી છોકરો છે. મને લાગે છે કે ભવિષ્યમાં તેજસ્વી યાદવ બિહારનો ચહેરો બનશે. 

જ્યારે સિંહાને પૂછવામાં આવ્યું કે શું બંને નેતાઓ વચ્ચે રાજકારણ અંગેની કોઇ વાત થઇ હતી કે નહીં? તો તેના જવાબમાં સિંહાએ જણાવ્યું હતું કે આ મુદ્દે કોઇ વાત થઇ ન હતી. 

લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શત્રુધ્ન સિંહાની લાલુપ્રસાદ યાદવ સાથેની મુલાકાત અંગે અનેક અટકળો ચાલી રહી છે.