Home » India » Delhi » પાટનગર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે:લોકોને બહાર નહીં નિકળવા સલાહ

News timeline

Bhuj
18 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
23 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

પાટનગર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે:લોકોને બહાર નહીં નિકળવા સલાહ

નવી દિલ્હી : પાટનગર દિલ્હીમાં હવામાં પ્રદૂષણ વધી જતા વહીવટી તંત્રે લોકોને જરૂર વિના બહાર નહીં નિકળવા સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે, હજી આગામી થોડા દિવસો માટે હવામાનને લગતી સ્થિતિ પ્રતિકૂળ રહેવાથી પ્રદૂષણ પણ વધુ રહેશે.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આંકડા મુજબ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર ૪૫૦ના સ્તરે હતું. આ વર્ષનું બીજું સૌથી ખરાબ સ્તર હતું સીપીસીબીના ટાસ્ક ફોર્સે હવે પછીના ત્રણથી પાંચ દિવસ દરમ્યાન બહાર ઓછું નિકળવા અને ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા જણાવ્યું હતું. વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચતા ટાસ્ક ફોર્સે બેઠક યોજી હતી. લાંબો સમય વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી કેન્સર જેવા રોગો થઈ શકે છે.

ટાસ્ક ફોર્સની બેઠકમાં ઘણાં સલાહ સૂચનો રજૂ થયા હતા અને ઇપીસીએને ભલામણો મોકલાઈ હતી. વાહનોમાંથી નીકળતા ધૂમાડા તેમજ કચરો સળગાવવા ઉપર અંકુશ મૂકવા ભાર મૂકાયો હતો. તે ઉપરાંત પ્રદૂષણ પ્રભાવિત વિસ્તારોમાં પાણી છાંટવા માટે અને ટ્રાફિકનું નિયમન કરવા જેવી ભલામણો કરી હતી.

ટાસ્ક ફોર્સે લોકોને ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા અને બહાર નહી નીકળવા ભલામણ કરી હતી. નિષ્ણાતોના મત મુજબ વાયુ પ્રદૂષણ ગભીર સ્તરે હોય ત્યારે તંદુરસ્ત વ્યક્તિઓને પણ શ્વાસમાં તકલીફ પડે છે અને ડોક્ટરો પણ શારીરિક પ્રવૃત્તિ ઘટાડવા સલાહ આપે છે.

પાટનગર દિલ્હીના ૩૦ વિસ્તારમાં રવિવારે ગંભીર વાયુ પ્રદૂષણ નોંધાયું હતું. સૌથી વધુ વાયુ પ્રદૂષણ એનસીઆર અને ગાઝિયાબાદમાં હતું. ફરિદાબાદ અને નોઇડામાં પણ ગંભીર વાયુ પ્રદૂષણ હતું.