Home » India » Delhi » સમગ્ર દેશના કોમ્પ્યુટરો પર દેખરેખ રાખવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

News timeline

Bollywood
4 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

સમગ્ર દેશના કોમ્પ્યુટરો પર દેખરેખ રાખવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

નવી દિલ્હી : દેશની 10 મોટી સુરક્ષા એજન્સીઓને સમગ્ર દેશના કમ્પ્યુટરો પર દેખરેખ રાખવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ગૃહમંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને આ એજન્સીઓને કમ્પ્યુટરોના ડેટાની તપાસનો અધિકાર આપ્યો હતો. 

ગૃહમંત્રાલયના આ નોટિફિકેશન વિરૂદ્વ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 20 ડિસેમ્બરનો આ આદેશ ગેરકાનૂની, મૌલિક અધિકારોની વિરૂદ્વ અને બંધારણ વિપરીત છે. ગૃહમંત્રાલય આ પ્રકારનો બ્લેન્ક સર્વેલન્સનો આદેશ જાહેર ના કરી શકે અને ગોપનીયતાના અધિકાર પર રોક લગાવવી ના શકે.

વકીલ મનોહર લાલ શર્માએ દાખલ કરવામાં આવેલી અરજીમાં નોટિફેકશન રદ કરવાની માગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કરીને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ, સત્તાની વિરૂદ્વ વિચારનારને ચૂપ કરવાની કોશિશ કરી છે. 

આ અણધારી કટોકટી છે અને આઝાદ ભારતમાં નાગરિકોને ગુલામ બનાવવા જેવું છે. સરકારે કોઈ પણ આવા મામલામાં કોઈ નાગરિકની વિરૂદ્વ કાર્યવાહી કરવાથી રોકવામાં આવે. જે દેશ એજન્સીઓને કમ્પ્યુટરો પર દેખરેખ રાખવાની મંજૂરી આપી છે. તેમાં CBI, IB, NIA જેવી દેશની મોટી સુરક્ષા એજન્સીઓ સામેલ છે. 

કેન્દ્ર સરકારે દેશની પ્રમુખ 10 સુરક્ષા એજન્સીઓને કોઈ પણ વ્યકિત અને સંસ્થાનના કમ્પ્યુટરના ડેટાની તપાસ કરવાની અધિકાર આપ્યો છે. આવું કરવા પાછળનું કારણ દેશની સુરક્ષા બતાવવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓને આ અધિકાર સૂચના અને ટેકનોલોજી (આઇટી) એક્ટની કલમ 69 હેઠળ આપવામાં આવ્યો છે.