Home » India » Delhi » જીએસટીના ૧૨ અને ૧૮% વચ્ચે નવો સ્ટાન્ડર્ડ સ્લેબ લવાશે : જેટલી

News timeline

India
13 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
36 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
41 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

જીએસટીના ૧૨ અને ૧૮% વચ્ચે નવો સ્ટાન્ડર્ડ સ્લેબ લવાશે : જેટલી

નવી દિલ્હી : જીએસટીનો એક જ સ્ટાન્ડર્ડ રેટ હોવો જોઈએ તેવી વ્યાપક માગની દિશામાં સરકાર કામ કરી રહી હોવાનો દાવો કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કર્યો છે. અરુણ જેટલીએ ફેસબુક પર મૂકેલી પોસ્ટ “જીએસટીના ૧૮ મહિના”માં જણાવ્યું હતું કે, ભારત સરકારની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાથી ભારતમાં જીએસટીના શૂન્ય, પાંચ ટકા અને ૧૨-૧૮ ટકા વચ્ચેનો એક સ્ટાન્ડર્ડ રેટ એમ ૩ સ્લેબ હોઈ શકે છે, જોકે લક્ઝરી અને સીનગુડ્ઝને જીએસટીનાં હાયર બ્રેકેટમાં જારી રખાશે.

જેટલીએ જણાવ્યું હતું કે, કુલ ૧,૨૧૪ કોમોડિટીમાંથી ૧૮૩ પર શૂન્ય ટકા, ૩૦૮ પર પાંચ ટકા, ૧૭૮ પર ૧૨ ટકા અને ૫૧૭ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડે છે. ૨૮ ટકાનો સ્લેબ હવે મૃતપ્રાય થઈ રહ્યો છે. હાલ તેમાં લક્ઝરી અને સીનગુડ્ઝ સહિતની ફક્ત ૨૮ આઇટમ છે, જેમાં ઓટોપાટ્ર્સ, ડિશવોશર, એરકન્ડિશનર અને સિમેન્ટનો સમાવેશ થાય છે. જીએસટીમાં સુધારા સમાપ્ત થતાં જ અમે તેના દરોને વ્યવહારુ બનાવવાનાં પહેલાં પગથિયાને પાર કરી દઈશું, જેમાં ૨૮ ટકાનો સ્લેબ લક્ઝરી અને સીનગુડ્ઝ માટે જ રહેશે. અત્યારે જીએસટીના બે સ્ટાન્ડર્ડ રેટ ૧૨ અને ૧૮ ટકા છે પરંતુ ભવિષ્યમાં ૧૨ અને ૧૮ ટકાનો એક જ સ્ટાન્ડર્ડ રેટ રહેશે.

જેટલીએ સંકેત આપ્યો હતો કે સ્ટાન્ડર્ડ સ્લેબ ૧૨ અને ૧૮ ટકાની વચ્ચેનો કોઈ હોઈ શકે છે, પરંતુ આ માટે થોડો સમય લાગશે. આપણા દેશમાં શૂન્ય, પાંચ ટકા અને એક સ્ટાન્ડર્ડ રેટનો જીએસટી હોવો જોઈએ, તે ઉપરાંત લક્ઝરી અને સીનગુડ્ઝ માટે ૨૮ ટકાનો સ્લેબ જરૂરી છે.

નિર્માણાધીન મકાનો અને કમ્પ્લીશન સર્ટિફિકેટની રાહ જોઈ રહેલા તૈયાર ફ્લેટ પર લાગુ થતો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવા જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં વિચારણા કરાશે. હાલમાં આ પ્રકારનાં નિર્માણાધીન મકાનો અને તૈયાર પડેલા ફ્લેટ પર ૧૨ ટકા જીએસટી લાગુ પડે છે. નિર્માણાધીન મકાનો પરના જીએસટીનો વાસ્તવિક દર પાંચથી ૬ ટકા જ હોવો જોઈએ, પરંતુ બિલ્ડર ઉત્પાદનસામગ્રી પરના કર-ઘટાડાનો લાભ ગ્રાહકોને આપી રહ્યા નથી.