Home » India » Delhi » બુલંદશહર હિંસામાં મોટી સફળતા, ઇન્સ્પેક્ટર પર કુહાડીથી પ્રહાર કરનાર આરોપી ઝડપાયો

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
5 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

બુલંદશહર હિંસામાં મોટી સફળતા, ઇન્સ્પેક્ટર પર કુહાડીથી પ્રહાર કરનાર આરોપી ઝડપાયો


બુલંદશહર : ગોકશીના આરોપમાં યૂપીના બુલંદશહરમાં ભડકેલી હિંસા મામલામાં પોલીસે વધુ એક આરોપી કલુઆની ધરપકડ કરી લીધી છે. આરોપીને મંગળવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, હિંસાના દિવસે ઈન્સ્પેક્ટર સુબોધ સિંહ પર કલુઆએ પહેલા કુહાડીથી પ્રહાર કર્યો હતો. ત્યારબાદ પ્રશાંત નટે તેને ગોળી મારી હતી. આ હિંસામાં સુબોધ સિંહનો જીવ ગયો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાનો મુખ્ય આરોપી કલુઆ ઈસ્પેક્ટર સુબોધની હત્યા કર્યા બાદ ફરાર હતો. તેની બુલંદશહરના એક દૂરના ગામમાં રહેતો હોવાની સૂચના પોલીસને મળી હતી. મંગળવારે પોલીસની એક ટીમ બતાવવામાં આવેલા સ્થાન પર રેડ કરી અને ત્યાંથી કલુઆની ધરપકડ કરવામાં આવી હતી.

એસએસપીએ જણાવ્યું કે, કલુઆ પર આરોપ છે કે ઈસ્પેક્ટર પર કુહાડીથી પ્રહાર કરવામાં આવ્યો હતો. કુહાડીના પ્રહાર બાદ પ્રશાંત નટે ઈન્સ્પેક્ટર સુબોધને ગોળી મારી હતી. તેની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી કુહાડી પણ મળી આવી છે. એસએસપીએ જણાવ્યું કે, કલુઆને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.