Home » India » મુંબઇના વાતાવરણમાં દિવાળી પછીનું સૌથી વધુ પ્રદૂષણ ગુરુવારે નોંધાયું

News timeline

Bhuj
17 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
22 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

મુંબઇના વાતાવરણમાં દિવાળી પછીનું સૌથી વધુ પ્રદૂષણ ગુરુવારે નોંધાયું

મુંબઇ : મહાનગર મુંબઇના વાતાવરણમાં દિવાળી પછીનું સૌથી વધારે પ્રદૂષણ ગુરુવારે નોંધાયું હતું. હવાની ગુણવત્તા માપતા અંધેરી નજીકના સ્ટેશન ખાતે ગુરુવારે સખત પ્રમાણમાં પ્રદૂષણ હોવાનું નોંધાયું હતું.

મુંબઇમાં આ સપ્તાહના અંત સુધી હવાની ગુણવત્તા નબળી અથવા અત્યંત નબળી રહેવાની શક્યતા હોવાનું સિસ્ટમ ઓફ એર ક્વોલિટિ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (એસએએફએઆર-અફર) એ જણાવ્યું હતું. 

ગઇકાલે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ દર્શાવતો એર ક્વોલિટિ ઇન્ડેક્સ (એક્યુઆઇ-હવાની ગુણવત્તાનો સૂચકાંક) ૨૯૨ના આંકે પહોંચ્યો હતો. આ ગુણવત્તાની હવા  નબળી શ્રેણીની પરંતુ અત્યંત નબળી શ્રેણીની ગણાય છે. સફરની આગાહી મુજબ શુક્રવારે પણ ૨૯૬નો એક્યુઆઇ હોવા સાથે હવા નબળી ગુણવત્તાની રહેવાની ધારણા છે.

તે દિવસેે વાતાવરણમાં પ્રદૂષક રજકણો પીએમ ૨.૫નું પ્રમાણ અત્યંત નબળી શ્રેણીનું ગણાય તેટલું અર્થાત સલામત મર્યાદા કરતા બમણું હતું.

દિવાળીના દિવસોમાં મુંબઇમાં ૩૦૫ (અત્યંત નબળો) એક્યુઆઇ નોંધાયો હતો. અંધેરીમાં ૪૧૧ (અત્યંત સખત) એક્યુઆઇ નોંધાયો હતો સફર દ્વારા આ દિવસોમાં અન્ય નવ સ્થળોએ હવાની ગુણવત્તા નોંધાઇ હતી. જેમાં પાંચ સ્થળોએ અત્યંત નબળી શ્રેણીની હવા હોવાનું જણાયું હતું. આ પાંચ સ્થળો પૈકી બીકેસીમાં ૩૮૭, મલાડમાં ૩૫૩, નવી મુંબઇ ખાતે ૩૨૧ અને મઝગાંવમાં ૩૧૧નો એક્યુઆઇ નોંધાયો હતો. ૧૬૪ (મધ્યમ) એક્યુઆઇ સાથે સૌથી વધુ સ્વચ્છ હવા ભાંડુપમાં હોવાનું નોંધાયું હતું.