Home » India » Chennai » ભાજપના કાર્યકરોએ કાફલો રોકતાં ચંદ્રાબાબુ ભડક્યા, ધમકી આપી ‘યુ વિલ વી ફિનીશ્ડ’

News timeline

Bollywood
2 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
59 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
6 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

ભાજપના કાર્યકરોએ કાફલો રોકતાં ચંદ્રાબાબુ ભડક્યા, ધમકી આપી ‘યુ વિલ વી ફિનીશ્ડ’

હૈદરાબાદ : વડા પ્રધાન મોદી સામે આક્રોશ વ્યક્ત કરવા બદલ ચંદ્રા બાબુનો વિરોધ કરતાં ભાજપના કાર્યકરોએ તેમના કાફલાનો રસ્તો રોકી લેતાં ગુસ્સે થયેલા આંઘ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન.ચંદ્રાબાબુએ એવી ધમકી આપી હતી. પૂર્વ ગોદાવરી જિલ્લામાં કાકીનાડામાં જન્મભૂમિ મા વુરૂ કાર્યક્રમમાં જઇ રહેલા ચંદ્રાબાબુ નાયડૂના કારના કાફલાને ભાજપના કાઉન્સિલર સહિત કાર્યકરો એ રોક્યો હતો અને નાયડૂ  પાછા જાવનો  સૂત્રોચ્ચાર કર્યો હતો.

‘તમને માર પડશે. બિન જરૂરી મુસિબતને ના બોલાવ. તમે સાફ થઇ જશો. આંઘ્ર પ્રદેશ સાથે કરાયેલા અન્યાયને તમે ટેકો આપ છો. યાદ રાખજો તમે બધા સાફ થઇ જશો. જરા રસ્તા પર તો જાવ, લોકો જ તમને સબક શીખવાડશે’એમ નાયડૂએ કહ્યું હતું. આંઘ્ર પ્રદેશના લોકો સાથે દગો કરવા અને રાજ્યને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો નહીં આપવા બદલ નાયડૂ ભાજપ અને મોદીની ભારે ટીકા કરતા આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકોની આશાઓ પુરી કરવા અને મોદીના અહંમને સંતોષવા  હું મોદીના પગે પડયો હતો, છતાં કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં અમને જરાય સહકાર આપ્યો નથી.નાયડૂના પક્ષ તેલુગુ દેશન પાર્ટી -ટીડીપી- ગયા વર્ષે માર્ચમાં એનડીએ ગઠબંધનમાંથી નીકળી ગઇ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આંઘ્ર પ્રદેશના વિભાજન વખતે મોદીએ જે વચનો આપ્યા હતા તે પુરા કર્યા નથી.

તેમણે મોદી પર બંને આંઘ્ર રાજ્યોને લડાવવાના આરોપ મૂક્યો હતો. કેન્દ્ર સરકારે રાજ્યને ખાસ દરજ્જો આપવા ઇનકાર કરતાં અને એપી રિઓર્ગેનાઇઝેશ એક્ટ ૨૦૧૪ પર અમલ કરવામાં પણ મોદી સરકાર નિષ્ફળ રહી હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો.