Home » India » Delhi » મોદી સરકાર સામે મજૂરો, કર્મચારીઓનો રોષ ભભુક્યો : કાલથી દેશભરમાં આંદોલન

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

મોદી સરકાર સામે મજૂરો, કર્મચારીઓનો રોષ ભભુક્યો : કાલથી દેશભરમાં આંદોલન

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની સાથે હવે મજૂરો અને કર્મચારીઓનો રોશ વધી રહ્યો છે, જેને પગલે આગામી આઠ-નવ જાન્યુઆરીએ એટલે કે મંગળવાર અને બુધવારે સમગ્ર દેશમાં મજૂર સંગઠનો આંદોલન કરશે. લઘુતમ વેતન ૧૮ હજાર કરવા તેમજ અન્ય સુવિધાઓની માગો સાથે દેશભરના હજારો મજૂરો બે દિવસ માટે કામથી દુર રહીને રસ્તા પર ઉતરી પોતાનો રોષ

ઠાલવશે. મજૂરો અને કામદારોના આ આંદોલનને દેશના મોટા ખેડૂત સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે અને આંદોલનમાં જોડાવાની ખાતરી આપી છે.

ઓલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી હનન મોલ્લાએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ગ્રામીણ ભારતની પરિસ્થિતિ સુધારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, ઉલટા પરિસ્થિતિ વધુ કથળી રહી છે. જેને પગલે ઓલ ઇન્ડિયા કિસાનસભા અને ભૂમિ અધિકાર આંદોલન ગ્રામીણ હડતાળ, રેલ-રોડ રોકો આંદોલનમાં જોડાશે, દેશભરના ટ્રેડ યુનિયનો, મજૂરો-કામદારોને અમારો સંપૂર્ણપણે ટેકો છે. જ્યારે સીઆઇટીયુના જનરલ સેક્રેટરી તપન સેને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ, અસંગઠીત સેક્ટરના કામદારો, પોર્ટ અને ડોક વર્કર્સ,બેંક-વિમાના કર્મચારીઓ, કંપનીઓના કર્મચારીઓ દરેક કામદાર અને મજૂર આ આંદોલનમાં જોડાઇ રહ્યા છે.