Home » India » વિદ્યાર્થીએ કહ્યુ મોંઘુ શિક્ષણ નથી પોસાતુ, શિક્ષણમંત્રીએ સલાહ આપી ભણવાનુ છોડી કામે લાગી જા

News timeline

India
28 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
51 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
56 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

વિદ્યાર્થીએ કહ્યુ મોંઘુ શિક્ષણ નથી પોસાતુ, શિક્ષણમંત્રીએ સલાહ આપી ભણવાનુ છોડી કામે લાગી જા

મુંબઈ : મોંઘુ શિક્ષણ દરેકને નથી પોસાતુ અને ઘણા પૈસાના અભાવે ભણી શકતા નથી એ હકીકત છે.

આમ છતા મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડેએ એક વિદ્યાર્થીને સલાહ આપી હતી કે જો તને મોંઘુ શિક્ષણ ના પોસાતુ હોય તો ભણવાનુ છોડીને નોકરીએ લાગી જા.

આ જવાબને મોબાઈલમાં રેકોર્ડ કરી રહેલા અન્ય વિદ્યાર્થીને જોઈને તાવડે ભડક્યા હતા અને વિડિયો ઉતારી રહેલા વિદ્યાર્થીને પકડી લેવાનો સુરક્ષા કર્મચારીઓે આદેશ આપ્યો હતો.આ વિદ્યાર્થીને પકડીને પોલીસ વાહનમાં બેસાડી દેવાયો હતો પણ બહાર મોટી સંખ્યામાં એકઠા થતા તેને છોડી દેવો પડ્યો હતો.

આ ઘટના અમરાવતીમાં બની હતી.જ્યાં એક કોલેજના કાર્યક્રમમાં હાજરી આપનારા શિક્ષણ મંત્રી સ્ટેજ પરથી ઉતરતા હતા ત્યારે વિ્દ્યાર્થીએ તેમને મોંઘા શિક્ષણ અંગે સવાલ પૂછ્યો હતો.

તાવડેએ કહ્યુ હતુ કે મેં કોઈની ધરપકડનો આદેશ આપ્યો નથી.એક વિદ્યાર્થી મોબાઈલ પર વિડિયો ઉતારતો હતો.તેને પોલીસ બાજુ પર લઈ ગઈ હતી.તેનાથી વધારે મને કશું ખબર નથી.