Home » India » Delhi » મોદી- ઇરના સોલબર્ગની મંત્રણા પછી ભારત-નોર્વેએ મહત્ત્વના કરાર કર્યા

News timeline

India
20 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
43 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
47 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

મોદી- ઇરના સોલબર્ગની મંત્રણા પછી ભારત-નોર્વેએ મહત્ત્વના કરાર કર્યા

નવી દિલ્હી : ભારતનાવડા પ્રધાન મોદી અને ભારતની મુલાકાતે આવેલા નોર્વેના તેમના સમકક્ષ ઇરના સોલબર્ગ  વચ્ચે યોજાયેલી મંત્રણા પછી દ્વીપક્ષીય વેપારને વધારવા કરેલા સંકલ્પ સહિત સસ્ટેનેબ્લ ડેવેલપમેન્ટ ગોલ્સ મેળવવા તેમજ સમુદ્રી અર્થતંત્ર ક્ષેત્રે સહકાર કરવા તૈયારી બચાવી હતી.મોદી અને સોલબર્ગે પ્રતિનીધી સ્તરેની મંત્રણા કરી હતી અને  દ્વીપક્ષીય વેપાર અને સબંધોને માર્ગદર્શન આપવા તેમજ નવી ઊર્જી આપવા મંત્રણા કરી હતી.

બંને દેશોએ  ઇન્ડિયા-નોર્વે ઓશન ડાયલોગ કરવા સમજુતી કરાર કર્યા હતા.સોમવારે પહેલી જ વાર ભારતની મુલાકાતે આવેલા સોલબર્ગ મોદી સાથે મંત્રણા કરવા જાય તે પહેંલા રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું પરંપરાગત સ્વાગત કરાયું હતું.’ સહકારના તમામ ક્ષેત્રોની અમે સમીક્ષા કરી હતી અને  દ્વીપક્ષીય સબંધોને નવી દિશા અને ઊર્જા આપવાના ઉપાયો પર ચર્ચા કરી હતી’એમ સોલબર્ગ સાથેની મંત્રણા પછી જારી કરેલા નિવેદનમાં મોદીએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સમુદ્રી અર્થતંત્રના તમામ પાસાઓ પર અમારી ફળદાયી મંત્રણા થઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોર્વે અને ભારતના મજબૂત સહકારી સબંધો છે અને બંને દેશો યુએન સીક્યોરિટી કાઉન્સિલ સુધારા, બહુ પક્ષીય નિકાસ નિયંત્રણ રાજ અને આંતકવાદ જેવા મુદદ્દાઓ પર ગાઢ સાથીની જેમ કામ કરે છે.

સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ ગોલ્સ અંગે બોલતાં મોદીએ કહ્યું હતું કે તેઓ ભારતના  વિકાસલક્ષી લક્ષ્યાંક સાથે સમંતી ધરાવે છે. આ ગોલ્સમાં  ૧૭ વૈશ્વિક લક્ષ્યાંકો છે જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘે નક્કી કર્યા હતા અને જેમાં જળ વાયુ પરિવર્તન, આર્થિક અસામનતા, નવીનતા, શાંતિ અને ન્યાયનો સમાવેશ થાય છે. બંને  દેશો બાળ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારી ધોરણે સાથે કામ કરે છે અને તેમની વચ્ચે ભાગીદાર રચાશે.