Home » India » Delhi » રામ મંદિર બનાવવું છે પણ કોંગ્રેસ બનાવવા દેતી નથી, શું કરીએ? : અમિત શાહ

News timeline

Bollywood
4 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

રામ મંદિર બનાવવું છે પણ કોંગ્રેસ બનાવવા દેતી નથી, શું કરીએ? : અમિત શાહ

નવી દિલ્હી : દિલ્હીના રામલિલા મેદાનમાં પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધતી વેળાએ ભાજપ પ્રમુખ અમિત શાહે રામ મંદિરનો મુદ્દો છેડયો હતો. ભાજપની નેશનલ કાઉન્સિલની બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વૈચારિક યુદ્ધની છે. 

બે વિચારધારા આમને સામને ઉભી છે. સાથે શાહે દાવો કર્યો હતો કે ભાજપ ઇચ્છે છે કે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવે. હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે ઝડપથી આ મામલે સુનાવણી પુરી કરવામાં આવે. અમે કહ્યું છે કે બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. જોકે કોંગ્રેસ અમારા આ પ્રયાસોમાં વચ્ચે અડચણ ઉભી કરી રહી છે તેવો આરોપ અમિત શાહે લગાવ્યો હતો.

અમિત શાહે કહ્યું હતું કે મોદીની સાથે ૧૯૮૭થી કામ કરી રહ્યો છું. ભાજપ પાસે બે કરોડથી વધીને હવે નવ કરોડ કાર્યકર્તાઓ થઇ ગયા છે. આજે ભાજપનું નેતૃત્વ સૌથી વધુ સારુ છે જે અમને આવનારી ચૂંટણીમાં જીત અપાવશે. નવા ભારતની કલ્પના માત્ર નરેન્દ્ર મોદીની નથી પણ દેશના લાખો યુવાઓની છે. 

મોદી સીવાય આ દેશમાં કોઇ અન્ય નેતા મજબુત સરકાર નહીં આપી શકે. સવર્ણોને ૧૦ ટકા અનામતના બિલને અમિત શાહે ઐતિહાસિક ગણાવ્યું હતું સાથે નોટબંધીના વખાણ કર્યા હતા. શાહે દાવો કર્યો હતો કે નોટબંધીથી બનાવટી કંપનીઓ પર લગામ લગાવવામાં આવી. આગામી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ગત લોકસભા કરતા વધુ બેઠકો જીતશે, ૭૩નો આંકડો પાર કરીને ૭૪ બેઠકો જીતશે.

અમિત શાહે દાવો કર્યો હતો કે સવર્ણોને ૧૦ ટકા અનામત મળશે અને આમ થવાથી નોકરીઓ અને શિક્ષણમાં યુવાઓને વધુમાં વધુ તક મળશે. કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપ્યું હતું જોકે આ વચન માત્ર દેખાડા માટે જ હતું તેનો અમલ કોંગ્રેસે ક્યારેય નથી કર્યો. રફાલ વિવાદ અંગે સરકારનો બચાવ કરતા અમિત શાહે કહ્યું હતું કે રફાલ ડીલ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર જુઠા આરોપો લગાવ્યા છે.