પૂણે : ક્રાંતિકારી વીર સાવરકરને ડરપોક કહેવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પૂણેમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાહુલ સામે ફરિયાદ આપનારા વિશ્વજિત દેશપાંડે, નિર્મલ દેશફાંડે અને શ્રીપદ કુલકર્ણીનો આરોપ છે કે સાત ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના લઘુમતી મોરચાના કાર્યક્રમમાં સાવરકરને ડરપોક કહ્યા હતા અને તેમની સામે ગંદી ભાષાનો ઉપયોગ કર્યો હતો.જેનાથી લાખો લોકોની લાગણી દુભાઈ છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે આરએસએસ કે ભાજપના કાર્યકર હોય કે પછી મોદી કે સાવરકર, બધા ડરપોક છે.
રાહુલ ગાંધીએ પહેલા પણ સાવરકર માટે ગમે તેવી ભાષાનો ઉપયોગ કર્યો છે.ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેમણે કહ્યુ હતુ કે વી ડી સાવરકરને વીર સાવરકર પણ કહેવાય છે પરંતુ તેમણે તો જેલમાંથી છુટવા માટે અંગ્રેજોની માફી માંગી લીધી હતી.
સાવરકરના સબંધીએ આ નિવેદન બદલ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો પણ કરેલો છે.
We are Social