બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી,કુમારસ્વામીએ ઓડિયો જાહેર કરી દાવો કર્યો હતો કે, ભાજપના નેતા બી.એસ.યેદિયુરપ્પા તેમની સરકાર ઉથલાવવા માટે ધારાસભ્યોને પ્રલોભન આપી રહ્યાં છે. જેના પર આજે કોંગ્રેસના નેતા કે.સી. વેણુંગોપાલે કહ્યું, કાલે કર્ણાટકના સમાચાર સાંભળીને સમગ્ર દેશ સ્તબ્ધ હતો. કર્ણાટકના મુખ્યમંત્રીએ ઓડિયો ક્લીપ જાહેર કરી જેમાં JDSના એક ધારાસભ્યએ કર્ણાટકને અસ્થિર કરવા માટે મોદીજી અને અમિત શાહની ગંદી રાજનીતિનો ખુલાસો કર્યો.
તેમણે કહ્યું કે, આ ઓડિયો ક્લિપ બતાવે છે કે, બી.એસ. યેદિયુરપ્પા દરેક ધારાસભ્યને 10 કરોડ રૂપિયાની ઓફર આપી રહ્યાં છે, તે સ્પષ્ટ છે કે 18 ધારાસભ્યો છે. તેથી આ લગભગ 200 કરોડ રૂપિયા આવે છે. તેઓ 12 ધારાસભ્યોને મંત્રી પદની ઓફર કરી રહ્યાં છે, 6 ધારાસભ્યોને અલગ-અલગ બોર્ડમાં અધ્યક્ષ પદની ઓફર કરવામાં આવી. તેઓ રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યોને ચૂંટણી ખર્ચ પણ આપી રહ્યાં છે. તેમજ પોતાને ધારાસભ્યોને અયોગ્ય નહી ઠેરવવા માટે સ્પીકરને 50 કરોડ રૂપિયાની પણ ઓફર આપવામાં આવી.
જ્યારે રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, કર્ણાટકના ઓડિયોમાં યેદિયુરપ્પાજીએ 20 ધારાસભ્યોને 10-10 કરોડ રિશ્વતની ઓફર આપતા સંભાળાય રહ્યાં છે. તેનો અર્થ 200 કરોડ રિશ્વત આપવા તૈયાર છે. ચૂંટણી ખર્ચ માટે વધારાના 10 કરોડ આપવા માટે કહેતા સંભળાય રહ્યાં છે. મોદીજી આ 400 કરોડ કાળુંનાણું નથી?
We are Social