Home » India » Chennai » નાગરિક બિલ મુદ્દે મોદી અડગ: રાષ્ટ્રહિતના ભોગે સમાધાન નહીં

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

નાગરિક બિલ મુદ્દે મોદી અડગ: રાષ્ટ્રહિતના ભોગે સમાધાન નહીં

ગુવાહાટી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ દિવસમાં ત્રણ રાજ્યો ત્રિપુરા, આસામ અને અરુણાચલ પ્રદેશમાં સભાઓને સંબોધી હતી. આસામમાં હાલ સિટિઝનશિપ બિલનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ બિલથી આસામને કોઇ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. ઉત્તર પૂર્વના કોઇ પણ રાજ્યને આ બિલની વિપરીત અસર નહીં થવા દઇએ. એનડીએ સરકાર દરેકના વિકાસ અને સુરક્ષા માટે કટીબદ્ધ છે. સિટિઝનશિપ બિલ મુદ્દે ગેરસમજ ફેલવવામાં આવી રહી છે. 

આસામના સ્વાસ્થ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માના મત વિસ્તારમાં એક રેલીને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે એનડીએ સરકાર આસામના નાગરીકોની સંસ્કૃતિ, ભાષા અને દરેક બાબતોની રક્ષા માટે કટીબદ્ધ છે. મોદીએ સાથે દાવો કર્યો હતો કે કોઇના દેશમાં બળબજીરીથી ઘુસી જવું અને જે લોકોને બળજબરીથી દેશમાંથી હિંસા કરીને દબાણ પૂર્વક ભગાડવામાં આવ્યા હોય તે બન્ને વચ્ચે ઘણુ અંતર છે. જે લોકો પાડોશી દેશમાં લઘુમતી છે અને તેમના પર અત્યાચાર થઇ રહ્યો છે જેને પગલે તેઓ દેશ છોડવા મજબુર છે તેવા લોકોને શરણ આપવા માટે કટીબદ્ધ છીએ. 

વડા પ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશ, આસામ ઉપરાંત અન્ય એક ઉત્તરપૂર્વી રાજ્ય ત્રિપુરાની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોદીએ અહીં અગર્તલામાં એક રેલીને સંબોધી હતી જે દરમિયાન જણાવ્યું હતું કે કેન્દ્રની સરકાર ત્રિપુરાના વિકાસ માટે કટીબદ્ધ છે અને ઘણા કામો અહીં અમે કર્યા છે.

વિપક્ષ જે જુઠાણા ફેલાવી રહ્યો છે તેનો જનતા જવાબ આપશે. વિપક્ષ વર્તમાન મજબુત સરકારથી ડરી ગયો છે તેથી હવે દિલ્હીમાં એક મજબુર સરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યો છે. દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે આ ચા વાળાઓ ઘણા જ સારા હેતુથી કામ કરી રહ્યો છે. ત્રિપુરાની જનતાનો વિકાસ કરવા માટે આ ચા વાળો કટીબદ્ધ છે. 

મોદીએ દાવો કર્યો હતો કે હાલ મોદીને સૌથી વધુ કેમ બદનામ કરી શકાય તેની વિપક્ષના નેતાઓમાં મહામિલાવટ ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રફાલથી લઇને અનેક મુદ્દે ટીકા થઇ રહી છે. જેને પગલે મોદીએ આ નિવેદન કર્યું હતું, વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે અગાઉની યુપીએ સરકારનો રફાલ સોદો રદ કરીને પોતાના માનિતાને ફાયદો પહોંચાડવા માટે મોદીએ નવો સોદો કર્યો છે. જેમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને ૫૦૦ કરોડનું વિમાન ૧૬૦૦ કરોડમાં ખરીદવામાં આવી રહ્યું છે.

આ અંગે જવાબ આપતા મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષ મારા પર ગમે તેવા આરોપો લગાવે પણ જનતા તેમને પાઠ ભણાવશે. મોદીએ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વી રાજ્યોના વિકાસ માટે કેન્દ્રની એનડીએ સરકાર કટીબદ્ધ છે. અમારા પર આરોપો લગાવનારા જ્યારે આ રાજ્યોમાં સત્તા પર હતા ત્યારે કોઇ જ વિકાસના કામ ન કર્યા. અને હવે અમે જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે અમારા પર જુઠા આરોપો લગાવી રહ્યા છે.