Home » India » Bangalore » ડોકટરો મહિલાના પેટમાં કાતર ભુલી ગયા: ત્રણ મહિના પછી ખબર પડી!

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ડોકટરો મહિલાના પેટમાં કાતર ભુલી ગયા: ત્રણ મહિના પછી ખબર પડી!

હૈદરાબાદ : તબીબી બેદરકારીનો એક ખૂબ જ આઘાતજનક કિસ્સો જોવા મળ્યો હતો. હૈદરાબાદની એક હોસ્પિટલમાં ડોકટરો એક મહિલાના ઓપરેશન પછી તેના શરીરમાંથી કાતર કાઢવાનું જ ભુલી ગયા હતા. 

આ કાતર ત્રણ મહિના સુધી મહિલાના શરીરમાં જ રહી હતી. ૩૩ વર્ષની મહિલા દર્દીનું ત્રણ મહિના પહેલાં પ્રતિષ્ઠીત નિઝામની ઇન્સટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે સર્જરી કરાઇ હતી. ટુંક સમયમાં જ તેમને રજા અપાઇ હતી. જો કે મહિલાએ સતત પેટમાં દુખાવાની ફરીયાદ કરી હતી.

જ્યારે તે રૃટિન ચેકઅપ માટે ફરીથી હોસ્પિટલમાં આવી ત્યારે એક્સ રેમાં ખબર પડી કે ડોકટરોએ કેવી મોટી ભુલ કરી હતી.એ મહિલાને તરત જ દાખલ કરી લેવામાં આવી હતી અને શરીરમાં રહી ગયેલી કાતરને કાઢવા માટે ફરીથી સર્જરી કરાઇ હતી.’એ દર્દી અમારી પ્રાથમિકતા છે. વહેલામાં વહેલી તકે અમે કાતરને દૂર કરીશું’એમ હોસ્પિલના વડા કે. મનોહરે કહ્યું હતું. 

અગાઉ ગેસ્ટ્રોએન્થ્રોલોજી સર્જીકલ વિભાગના એક સર્જન દ્વારા ઓપરેશન કરાયું હતું. ઘટનાની તપાસ કરવા હોસ્પિટલે એક સમિતિની રચના કરી હતી.પોલીસે તપાસ અધિકારીને મોકલ્યો હતો અને તબીબી ક્ષેત્રે બેદરકારીનો કેસ દાખલ કર્યો હતો. ઉપરાંત ગ્રાહક તકરાર નિવારણ મંચ પણ આ કેસની તપાસ કરશે.