Home » India » Delhi » અમેરિકામાં સારવાર લઇ નાણા મંત્રી ભારત પાછા આવ્યા

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

અમેરિકામાં સારવાર લઇ નાણા મંત્રી ભારત પાછા આવ્યા

નવી દિલ્હી : કેન્દ્રના નાણા મંત્રી અરૃણ જેટલી અમેરિકામાં સારવાર લઇને ભારત પાછા આવી ગયા હતા. ‘ઘરે પરત ફરતા આનંદ અનુભવું છે’એમ જેટલીએ  ટ્વિટ કરીને કહ્યું હતું.સારવાર પહેલાં થોડા સમય માટે તેમની પાસેથી મોદી સરકારે નાણા મંત્રાલય લઇને પીયુષ ગોયલને આપ્યું હતું જેમણે સરકારનું ૨૦૧૯-૨૦નું બજેટ પણ રજૂ કર્યું હતું.

 સામાન્ય ચૂંટણીઓ પહેલાં સરકારનું છટ્ટુ બજેટ જેટલી રજૂ કરી શક્યા નહતા. તેમની ગેરહાજરીમાં રેલવે મંત્રી પીયુષ ગોયલે મોદી સરકારનું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું.

ટ્વિટ કરીને ગોયલે પણ કહ્યું હતું ‘ જેટલીજીને આવકારતા આનંદ અનુભવું છું. તેમના માર્ગદર્શન, સહયોગ અને નેતૃત્વ બદલ ખૂબ ખૂબ આભાર’.જેટલી સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહેતા હતા અને પત્રકારોના સવાલોના જવાબ પણ આપતા હતા તેમજ ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ પણ કરતાં હતાં. તેમણે ન્યુયોર્કથી વિડીયો કોલ દ્વારા પત્રકારને બજેટને લગતા સવાલોના જવાબો પણ આપ્યા હતા.

બજેટ પછી ન્યુયોર્કથી આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે અને ડોકટરો સલાહ આપશે ત્યારે તેઓ સંસદમાં બજેટ ચર્ચામાં જવાબ આપવા પણ આવશે.’તમામ મદાર મારી સારવાર પર છે જે લગભગ પુરી થઇ ગઇ છે. હું ઝડપથી સાજો થઇ રહ્યો છું. ડોકટરો મને રજા આપશો તો ભારત આવી જઇશ.મને જાણ છે ત્યાં સુધી ગોયલ જ સંસદમાં બજેટની ચર્ચામાં સવાલોના જવાબ આપશે’એમ તેમણે લખ્યું હતું.

જેટલી સોફટ ટીશ્યુ કેન્સરથી પીડાતા હોઇ તેની સારવાર માટે અમેરિકા ગયા હતા. ૧૪ મે,૨૦૧૮માં એઇમ્સમાં રીનલ ટ્રાન્સપ્લાન્ટ પછી તેઓ પહેલી વાર વિદેશ ગયા હતા. ગયા એપ્રિલથી જ તેમણે ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું. ગોયલે લગભગ એક સો દિવસો સુધી નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. ૨૦૧૪માં જેટલીની બારિઆટ્રિક સર્જરી કરાઇ હતી.તેમણે લાંબા વખતથી ડાયાબિટિસની બીમારી હતી.