Home » India » Delhi » આજથી દેશભરની પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલ પર

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

આજથી દેશભરની પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલ પર

અમદાવાદ : અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરની પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માગણીઓના સંદર્ભમાં આજથી આંદોલન શરૂ કર્યું છે.

પ્રથમ અઠવાડિયા સુધી તેઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ કરશે ત્યારબાદ પણ જો સમસ્યાઓનો નિકાલ કરવામાં નહીં આવે તો કામનો પણ બહિષ્કાર કરાશે. ઓલ ઇન્ડિયા પાસપોર્ટ સ્ટાફ દ્વારા પાંચમી ફેબ્રુઆરીએ કેન્દ્રના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે પત્ર લખી આંદોલનની જાણ કરી હતી. જેમાં તેઓએ લખ્યું છે કે આ અગાઉ પણ અમે અમારી ફરિયાદની જાણકારી આપી હતી. ખાસ કરીને તાજેતરમાં જ વિદેશ મંત્રાલયના પી પીએસપી ડિવિઝન અને પોસ્ટ ઓફીસ સાથે જે એમ.ઓ.યુ થયા તેમાં એસોસિએશનને વિશ્વાસમાં લેવાયું નથી.

જુદા જુદા જિલ્લાઓમાં નવા પાસપોર્ટ સેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ કરી રહ્યા છે પરંતુ તેની જાણકારી અમને અપાતી નથી એટલું નહીં પાસપોર્ટ ઓફિસ પાસે પૂરતો સ્ટાફ પણ નથી.

અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન આપવામાં અન્યાય થાય છે તેમજ વિદેશ મંત્રાલયના ટ્રાન્સફરના નિયમોમાં પણ ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે. ત્રણ વર્ષે ટ્રાન્સફર થવી જોઈએ પરંતુ ટ્રાન્સફરમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે. ડેપ્યુટેશન પર મુકાતા ઉચ્ચ અધિકારીઓની બદલી 5થી 6 વર્ષ પછી પણ થતી નથી.

ઉપરાંત પાસપોર્ટ ઓફિસ દ્વારા વિવિધ પાસપોર્ટ સેવા કેન્દ્ર જે અધિકારી કે કર્મચારીને ફરજ પર મોકલવામાં આવે છે તેમાં પણ કેન્દ્રની રોસ્ટર પદ્ધતિનો ભંગ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા અમુક અધિકારીઓને જ જુદા જુદા શહેરોમાં શરૂ થતા નવા પાસપોર્ટ સેવા કેન્દ્ર બદલી કરવામાં આવે છે. જ્યારે પોતાના માનીતા કર્મચારીઓને બહારગામ મોકલવામાં આવતા નથી.

અમદાવાદ સહિત દેશભરના પાસપોર્ટ ઓફિસમાં આવી સ્થિતિ છે. વિદેશ મંત્રાલયનો પણ નિયમ છે કે કર્મચારી કે અધિકારીઓની બદલી કરવામાં આવે એવા સમયે રોસ્ટર પદ્ધતિ અપનાવી એટલે કે બે-ચાર કર્મચારીઓને જ બહારગામ બદલી કરીને નહીં મોકલવા પરંતુ વારાફરતી કર્મચારીઓની બદલી બહાર ગામ કરવી.

આમ આવી અનેક માગણીઓના સંદર્ભમાં પાસપોર્ટ કચેરીના કર્મચારીઓ દ્વારા આજથી હડતાલ શરૂ કરાઇ છે જેના ભાગરૂપે કાળી પટ્ટી પહેરીને કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાની કામગીરી ચાલુ રાખી છે.