Home » India » Delhi » વસંતપંચમી નિમિત્તે કુંભમેળામાં ત્રીજા શાહી સ્નાનમાં દોઢ કરોડ લોકોએ ડૂબકી લગાવી

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

વસંતપંચમી નિમિત્તે કુંભમેળામાં ત્રીજા શાહી સ્નાનમાં દોઢ કરોડ લોકોએ ડૂબકી લગાવી

અલ્લાહાબાદ : કુંભમેળામાં કડકડતી ઠંડી હોવા છતાં શ્રધ્ધાળુઓનો ઉત્સાહ અકબંધ હતો. આજે છેલ્લા શાહી સ્નાનમાં લગભગ ૧.૫ કરોડ લોકોએ ડૂબકી લગાવી હતી. આજે સૂર્યોદય થાય તે પહેલાં જ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રધ્ધાળુઓ ઘાટ તરફ ઉમટી પડયા હતા. સૂર્યોદય પહેલા ૫૦ લાખ અને ત્યારબાદ સાંજ સુધીમાં કુલ દોઢ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

આજના આંક સહિત ફેબુ્રઆરીની ૧૦ તારીખ સુધીમાં કુલ ૧૬.૪૪ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. મેળાના સ્થળે તીવ્ર ઠંડી હતી છતાં યાત્રિકો ‘જય ગંગા મૈયા’ના નારા સાથે ઘાટ ઉપર ઉમટી પડયા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભ મેળાના શાહી સ્નાનની સફળતા બદલ અધિકારીઓ અને અખાડાનો આભાર માન્યો હતો.

જોકે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભારે યાત્રિકોની સંખ્યા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે કુંભમેળામાં ૧૫ કરોડ યાત્રિકો આવ્યાનો દાવો સરકારે ક્યા આધારે કર્યો હતો ?

મેળામાં શ્રધ્ધાળુઓનો ઉત્સાહ અને આનંદ સમાતો નહોતો. ઘણાં લોકો સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા. પોલીસે યાત્રિકોને માર્ગદર્શન માટે સુવિધા ઉભી કરી હતી. તેમણે ગેસ બલુનનો ઉપયોગ કર્યો હતો. હવાઈ નિરીક્ષણ માટે હેલિકોપ્ટરની સુવિધા હતી.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીની ૧૫મીથી શરૃ થયેલી કુંભ મહાશિવરાત્રી માર્ચની ચાર તારીખ સુધી ચાલશે. વસંતપંચમીનું ત્રીજું અને અંતિમ શાહી સ્નાન છે. તેમ અલ્લાહાબાદના મેયરે જણાવ્યું હતું.

કુંભમેળામાં પર્યાવરણ મંત્રાલયે રજૂ કરેલા પ્રદર્શનમાં મૂકેલું ૩૦ કિલો વજનનું જોડિયા નાળિયેરનું બીજ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વૃક્ષો આફ્રિકામાં થાય છે અને ૧૦૦૦ વર્ષ જીવે છે.