Home » India » Bangalore » આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગ સાથે ચંન્દ્રાબાબુ નાયડુ ભૂખ હડતાલ પર

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગ સાથે ચંન્દ્રાબાબુ નાયડુ ભૂખ હડતાલ પર

નવી દીલ્હી : લોકસભા ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગરમ થઇ રહ્યો છે. એક તરફ રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન ચાલુ છે. તો બીજી તરફ આંધ્ર પ્રદેશને પણ અલગ થયાં પછી કેન્દ્ર તરફથી અન્યાય થઈ રહ્યો છે અને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માગણી સાથે તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુનાયડુએ આજે નવી દિલ્હીમાં એક દીવસીય ભૂખ હડતાલ શરુ કરી દીધી છે. 

નાયડુની માગણી છે કે કેન્દ્રની મોદી સરકાર આંધ્રપ્રદેશ સાથે અન્યાય કરી રહી છે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ. આ સાથે જ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન કાનુન 2014 અંતર્ગત કેન્દ્ર દ્વારા કરાવામાં આવેલા વચનો પૂરા કરવાની માગણી કરી છે. 

નાયડુના આ ધરણાને વિપક્ષી દળોનું પણ સમર્થન મળી રહ્યું છે. ફારુક અબદુલ્લા, મમતા બેનર્જીએ ઘરણાંને પોતાનું સમર્થન આપ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધી પણ યુ.પી રેલી પૂર્વે ધરણાં સ્થળ પહોંચીને નાયડુને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

રાહુલ ગાંધીએ અહી પહોંચીને ધરણાંને સંબોધન કરતા કહ્યું હતું કે, મોદી સરકારે આંધ્ર પ્રદેશને આપેલા વાયદાઓ પુરા કર્યા નથી, મોદી જનભાવનાઓને સમજતા નથી.

નાયડુ મંગળવારે આ મુદ્દે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક આવેદન પણ આપશે. આ ભૂખ હડતાલમાં નાયડુ સાથે તેમના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો પણ જોડાયા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારી, સામાજીક કાર્યકરો અને વિદ્યાર્થી સંગઠનોના નેતાઓ પણ જોડાયા છે. 

આ પૂર્વે પણ નાયડુ 2013માં અનિશ્ચિત ભૂખ હડતાલ પર રહીને આંદોલન કરી ચૂક્યાં છે. ત્યારે તેમની માંગણી હતી કે આંધ્રપ્રદેશ પુનર્ગઠન થાય તો બંન્ને રાજ્યોની સાથે ન્યાય થવો જોઇએ.

આપને જણાવી દઇકે તેલુગુ દેશમ પાર્ટી ગયા વર્ષે કેન્દ્રની સરકારથી એમ કહીને અલગ થઇ ગઇ હતી કે પુનર્ગઠન પછી આંધ્રપ્રદેશ સાથે ભેદભાવ થઇ રહ્યો છે. રાજધની દીલ્હી સ્થિત આંધ્ર પ્રદેશ ભવનમાં નાયડુના ધરણાં સોમવારે સવારે આઠ વાગ્યાથી શરુ કરીને રાત્રે આઠવાગ્યા સુધી ચાલશે.