Home » India » મહારાષ્ટ્રની 48માંથી ઓછામાંથી 45 બેઠક જીતવા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાકલ

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

મહારાષ્ટ્રની 48માંથી ઓછામાંથી 45 બેઠક જીતવા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાકલ

મુંબઈ : મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે અને એમાંથી ભારતીય જનતા પાર્ટીએ ઓછામાં ઓછી ૪૫ બેઠકો જીતવી જ જોઈએ એમાં પણ બારામતીનો સમાવેશ થવો જ જોઈએ, એવો હાકલ આજે  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ કાર્યકર્તા મેળાવડામાં આપી હતી. આ સાથે મોદી સરકારે ખેડૂતો માટે શું કર્યું એવો સવાલ કરનાર શરદ પવારને અમિત શાહએ તેઓ કેન્દ્રમાં કૃષી પ્રધાન હતા ત્યારે શું કર્યું એનો રિપોર્ટ આપો એમ પડકાર ફેંક્યો હતો. શરદ પવાર રાહુલ ગાંધીને જેટલી ટીકા કરવી હશે તે કરવા દો. તમે મહારાષ્ટ્રની ૪૫ બેઠકો જીતીને આપો, પછી એક એક ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું, એમ પણ અમિત શાહએ કહ્યું.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે એક દિવસની પુણેની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પુણે જીલ્લાની લોકસભાની ત્રણ બેઠકો માટેનો અહેવાલ અને અહીંની પરિસ્થિતિ જાણી લીધી હતી. શરદ પવારને લોકો સામે તેઓ કેન્દ્રમાં કૃષીપ્રધાન હતા એ સમયમાં કરેલા કામનો રેકોર્ડ રજૂ કરવાનો પડકાર પણ અમિત શાહએ ફેંક્યો.

અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદ્દેથી અમે પાછળ રહ્યા નથી. અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદ્દે અમે બંધાયેલા છીએ. આમ અદાલતમાં આ પ્રકરણ હોવાથી અમે રોકાયા છે, એમ પણ સ્પષ્ટતા અમિત શાહએ કરી.

દેશની જનતાને મજબૂર નહીં પણ મજબૂત સરકાર જોઈએ છે અને મજબૂત સરકાર માત્ર નરેન્દ્ર મોદી જ આપી શકશે, એવી સ્પષ્ટતા કરીને અમિત શાહએ કહ્યું કે, દેશ એક નિર્ણાયક વળાંક ઉપર ઉભો છે. મોદી સરકારે જ્ઞાાતિનું રાજકારણ કરનારાઓને અલગ અલગ પાડી દીધા છે. છેલ્લાં પાંચ વરસમાં માત્ર ને માત્ર વિકાસ કરવા ઉપર અમે દેશને આગળ લઈ જવા માટે મોદી સરકારે પ્રયાસ કર્યા છે અને ફરીથી મોદી સરકાર સત્તામાં આવશે. અમે જ્ઞાાતિવાદ, ભાઈભતીજા વંશવાદ અને તુષ્ટીકરણ કરનારી પાર્ટીઓને ૨૦૦ ફૂટ નીચે દફનાવી દઈશું, એમ પણ અમિત શાહએ કહ્યું.

મોદી સરકારે ભારતના જવાનોને વન રેન્ક વન પેન્શન આપ્યું ત્યારે કોંગ્રેસ માત્ર વન રાહુલ વન પ્રિયંકા આવી. ઓઅસઓપીમાં ફસાયા છે, એવો આરોપ કર્યો.

૨૦૧૯માં ઠગ યુતિ આવશે તો દેશ ફરીથી પાછળ ધકેલાઈ જશે, એમ કહીને અમિત શાહએ કહ્યું કે, ભાજપ માત્ર કાર્યકર્તાઓની પાર્ટી છે, નેતાઓ ઉપર નહીં પણ કાર્યકર્તાઓ ઉપર ચૂંટણી જીતાય છે. બૂથના કાર્યકર્તા એજ ભાજપની જીતનું રહસ્ય છે.