Home » India » શરદ પવારને તબિયતના મુદ્દે ચૂંટણી નહી લડવાની સલાહ આપનારા ચંદ્રકાંત પાટિલને નેતાએ ઝાટક્યા

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

શરદ પવારને તબિયતના મુદ્દે ચૂંટણી નહી લડવાની સલાહ આપનારા ચંદ્રકાંત પાટિલને નેતાએ ઝાટક્યા

મુંબઇ : શરદ પવારે માઢામાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હશે તો ભાજપ તેમને માઢામાં નિશ્ચિત હરાવી દેશે. પણ એમની હાલની તબિયત જોવા જતા પવાર જેવા નેતાઓએ હવે ચૂંટણી લડવી નહીં એવી સલાહ મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત દાદા પાટિલે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારને આપી. એનો શરદ પવારે ભાજપના નેતાઓએ મારા તબિયતની ચિંતા કરવાની જરૂર નથી, આવા શબ્દોમાં વળતો જવાબ આપ્યો. રાજ ઠાકરે સાથે ભલે સંબંધ સારા હશે, અમુક મુદ્દા ઉપર રાજ ઠાકરે અમારા સાથે હશે તો પણ ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને એનસીપી એકત્ર નહીં રહે, આવા શબ્દોમાં મનસે-એનસીપી જોડાણના સમાચાર ફગાવી દીધા, એનસીપી-મનસે ગઠબંધનની શક્યતા નકારી કાઢી.

કોંગ્રેસ અને એનસીપી આ બન્ને વચ્ચે મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ૪૪ બેઠકોની બેઠક વહેંચણી  પૂર્ણ થઇ થઇ ગયું હોવાનું કહીને શરદપવારે પ્રકાશ આંબેડકરના બહુજન વંચિત આઘાડી સાથે રાજ્યના નેતાઓ ચર્ચા કરી રહ્યા છે, એવી સ્પષ્ટતા કરી. દરેક પાર્ટી પોતપોતાના તરફ વધુ બેઠકો ખેંચવાા પ્રયાસ કરતા જ હોય છે, એવું પણ શરદ પવારે કહ્યું.

વડા પ્રધાન પદ માટે નિતિન ગડકરીનું નામ આવવાથી શરદ પવારને આનંદ થયો ઃ  કેન્દ્રના પ્રધાનનિતિન ગડકરીનું નામ ભારતના વડા પ્રધાન પદ માટે આગળ આવ્યું એનો મને ઘણો આનંદ છે કારણ ગડકરી મારા ઘણા સારા મિત્ર છે એવું એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે કહ્યું સાથે મને એમની ચિંતા થાય છે, એમ પણ આગળ ઉમેર્યું.