Home » India » મુંબઇને આંતરરાષ્ટ્રીય દરજ્જાના જળપરિવહનનું કેન્દ્ર બનાવવાની તૈયારી

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

મુંબઇને આંતરરાષ્ટ્રીય દરજ્જાના જળપરિવહનનું કેન્દ્ર બનાવવાની તૈયારી

મુંબઇ : મુંબઇને આંતરરાષ્ટ્રીય દરજ્જાના જળપરિવહનનું કેન્દ્ર બનાવવાની દિશામાં મુંબઇ પોર્ટ ટ્રસ્ટે તૈયારી કરી છે. જળપરિવહનની સાથે જ સાગરી સહેલને ઉત્તેજન આપવા માટે ક્રુઝ-સેવા શરૂ કરવામાં આવશે એમ મુંબઇ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટીયાએ જણાવ્યું હતું.

મુંબઇમાં ઇસ્ટર્ન વોટર ફ્રન્ટ વિકસાવવાની યોજના બાબતે તેમણે કહ્યું હતું કે મુંબઇ બંદરની કોઇ પણ પ્રવૃત્તિને ખલેલ પહોંચાડયા વિના ૨૮૨.૫૭ હેક્ટર જમીન પર ઉદ્યાનો અને બીજી સુવિધા ઉભી કરવામાં આવશે. આ પૂર્વીય દરિયા કિનારાના પટ્ટામાં બાગ-બગીચા, વિશાળ મેદાન તથા ટુરિસ્ટો માટેની વિવિધ સુવિધા ઉભી કરવામાં આવશે.

મુંબઇમાં અત્યારે ક્રુઝશિપની અવરજવર શરૂ થઇ ગઇ છે એ સંદર્ભમાં ભાટીયાએ જણાવ્યું હતું કે ક્રુઝ ટુરિઝમને ઉત્તેજન આપવા માટે અને સાથે સાથે જળ- પરિવહનના કેન્દ્ર તરીકે મુંબઇ પોર્ટને વિકસાવવા માટેનું અમારું લક્ષ છે. એટલે બંદરમાં માલવાહક જહાજોની અવરજવર ચાલુ રહેશે અને સાથે સાથે ક્રુઝ ટુરિઝમ પણ શરૂ કરાશે.