Home » India » Hyderabad » મુર્શિદાબાદ હોસ્પિટલમાં આગ બાદ ધક્કામુક્કીઃ બેનાં મોત

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
15 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

મુર્શિદાબાદ હોસ્પિટલમાં આગ બાદ ધક્કામુક્કીઃ બેનાં મોત

બેહરામપોર : મુર્શીદાબાદ હોસ્પિટલમાં આજે આગ ફાટી નીકળતાં થયેલી ધક્કામુક્કીમાં બે જણા માર્યા ગયા હતા અને અન્ય કેટલાક ઘાયલ થતાં દર્દીઓના સગાઓમાં અને ખૂદ દર્દીઓમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.
‘ બે સહાયક નર્સો ધક્કામુક્કીમાં ગુજરી ગઇ હતી. હોસ્પિટલમાં આજે સવારે ૧૧-૫૦ મિનિટે આગ ફાટી નીકળતાં લોકો ગભરાઇને આમ તેમ દોડતાં થઇ ગયા હતા. કેટલાક ઘાયલ પણ થયા હતા. અમને હજુ સુધી વિગતો મળી નથી’ એમ  આરોગ્ય સેવાના વડા અધિકારી સતપથીએ કહ્યું હતું.

દરમિયાન રાજ્ય સરકારે ધક્કામુક્કીનો ભાગ બનેલાઓના નજીકની સગાઓને રૃપિયા બબ્બે લાખ આપવાની તેમજ ઘાયલોની મફતમાં સારવાર કરાવી દેવાની જાહેરાત કરી હતી . આગની વિગતો આપતાં સતપતીએ કહ્યું હતું કે હોસ્પિટલના મેડિકલ વોર્ડના  ખાલી વીઆઇપી કેબિનના એસી મશીનમાં આગ લાગી ગઇ હતી.’ દરેક જણે આગથી બચવા માટે દોડાદોડી કરી મૂકી હતી, પરિણામે ધક્કામુક્કી સર્જાઇ હતી અને બે આયાઓ દબાઇને મરી ગઇ હતી’ એમ તેમણે કહ્યું હતું. બાળકોના વિભાગ સહિતના તમામ વોર્ડના દર્દીઓને તરત જ ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા અને બધાને નવી જ બનાવવામાં આવેલી મધર ચાઇલ્ડ હબમાં રાખવામાં આવ્યા હતા.  મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કોલકાતાથી સ્થિતિ પર નજર રાખી હતી અને ચાર સભ્યોની એક ટીમને ઘટના સ્થળે જવા રવાના કરવામાં આવી હતી.