Home » India » Hyderabad » કર્ણાટકે તામિલનાડુને કાવેરીનું પાણી આપવાનું કર્યું શરૂ, કર્ણાટકમાં ઠેર-ઠેર દેખાવો

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

કર્ણાટકે તામિલનાડુને કાવેરીનું પાણી આપવાનું કર્યું શરૂ, કર્ણાટકમાં ઠેર-ઠેર દેખાવો

નવી દિલ્હી :    સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરતાં કર્ણાટક સરકારે તામિલનાડુને કાવેરીનું પાણી આપવાનું શરૂ કરી દીધું છે. જોકે કર્ણાટક સરકારના આ નિર્ણયને માંડ્યાના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓએ મંગળવારના રોજ બેંગલુરૂ-મૈસૂર હાઈવે બંધ કરી દીધો હતો. વિરોધ પ્રદર્શનના લીધે માંડ્યાના શાળા-કૉલેજના બે દિવસ માટે બંધ કરી દેવાઈ છે. હાલ કૃષ્ણરાજ સાગર ડેમ અને વૃંદાવન ગાર્ડનને પણ સામાન્ય લોકો માટે ચાર દિવસ સુધી બંધ કરી દેવાયો છે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી સર્વદળીય બેઠક બાદ કહ્યું કે કર્ણાટક સરકારની સામે ગંભીર મુશ્કેલીઓ આવવા છતાં રાજ્ય સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર પાણી છોડશે. તેમણે એ પણ કહ્યું કે રાજ્ય એક નવી પીટીશનની સાથે સુપ્રીમ કોર્ટમાં જશે અને આ આદેશને લાગૂ કરવા માટે પડી રહેલી મુશ્કેલીઓ બતાવશે અને તેમાં ફેરફારની માંગણી કરશે. તેની સાથે જ કાવેરી નિગરાની સમિતીની સમક્ષ પણ જશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે સંવિધાનની અંતર્ગત પ્રતિબદ્ધ રાજ્ય માટે સુપ્રીમ કોર્ટના આદેશને ટાળવો કે પાણી ન છોડવું એ મુશ્કેલ હશે. તેમણે કહ્યું કે કઠોર મન સાથે આ નિર્ણય કર્યો છે કે તામિલનાડુને પાણી અપાશે, જ્યારે અમારા રાજ્યને ખુદ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે કર્ણાટકને નિર્દેશ આપ્યો છે કે તામિલનાડુના ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા માટે તેઓ આવતા 10 દિવસ તામિલનાડુને 15000 ક્યૂસેક પાણી છોડશે. આ નિર્દેશ બાદ કાવેરી પર વિવાદ ગરમાયો તેને ધ્યાનમાં રાખતા નવમી સપ્ટેમ્બર સુધી કૃષ્ણારાજસાગર ડેમની આજુબાજુ ફરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસે કહ્યું કે માંડ્યામાં પ્રદર્શનકારીઓ તેમની સરકારી ઓફિસમાં તોડફોડ કરી અને બંધ કરવા માટે ફરજ પાડી.

મૈસૂર અને હાસન જિલ્લામાં પણ પ્રદર્શન થઇ રહ્યું છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે કર્ણાટક કાવેરી નદીમાંથી તામિલનાડુંને પાણી ન આપે.