Home » India » Hyderabad » ઇન્દોર-પટણા ટ્રેન દુર્ઘટનામાં પીડિતોને રાહત મળી જ નથી

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

ઇન્દોર-પટણા ટ્રેન દુર્ઘટનામાં પીડિતોને રાહત મળી જ નથી

ભોપાલ ઃ  ઇન્દોર-પટણા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાના પીડિતોને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુ તેઓએ ટ્રેન અકસ્માતમાં પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે. જ્યારે બીજી બાજુ પીડિતોને હજુ સુધી રાહત મળી રહી નથી.  રાહતોનો ઇંતજાર કરાઈ રહ્યો છે. આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી નાણાંકીય સહાય હજુ મળી નથી. મોટાભાગના પીડિતોની સાથે સરકારના કોઇપણ પ્રતિનિધિએ વાતચીત કરી નથષી. ઘાયલો અંગે પણ માહિતી મેળવવામાં આવી નથી. સરકારની અસંવેદનશીલતા રેલવે અકસ્માતના પીડિતોના ઘા ઉપર મીઠું સમાન છે. કાનપુરમાં ભીષણ અકસ્માત બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને બે બે લાખ રૃપિયા આપવાની અને ઘાયલોને ૫૦-૫૦ રૃપિયા આપવાની જાહેરાત કરી હતી.

અત્રે નોંધનીય છે કે, ૨૦મી નવેમ્બરના દિવસે કાનપુર નજીક ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં મોતનો આંકડો વધીને હવે ૧૪૫ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી છે. તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. તમામ મૃતકો અને ઘાયલ થયેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તાજેતરના સમયના સૌથી મોટા ટ્રેન એકસ્માત તરીકે આને ગણવામા ંઆવે છે. પટણા-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન ભીષણ દુર્ઘટનાનો શિકાર થયા બાદ મૃતકોના પરિવારજનો અને ઘાયલ થયેલા લોકો માટે જુદી જુદી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે વળતરની તરત જાહેરાત ૨૦મીએ જ કરવામાં આવી હતી.  રેલવે ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશની રાજ્ય સરકારોએ પણ વળતરની જાહેરાત કરી હતી. સૌથી પહેલા રેલવે તરફથી વળતરની જાહેરાત કરવામાં આવી હતી.