Home » India » Hyderabad » હૈદરાબાદમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડીયો જોનાર અમેરિકન નાગરિકની ધરપકડ

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
16 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

હૈદરાબાદમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડીયો જોનાર અમેરિકન નાગરિકની ધરપકડ

હૈદરાબાદ :  હૈદરાબાદ પોલીસે વિવિધ સોશિયલ મીડિયા વેબસાઇટ પર અશ્લીલ વીડિયો અપલોડ કરનાર એક અમેરિકન નાગરિકની ધરપકડ કરી હતી. ૪૨ વર્ષનો આરોપી કિર્ક જોન્સ અત્રેની એક બહુ રાષ્ટ્રીય કંપનીમાં કાયદા અધિકારી તરીકે કામ કરે છે અને તે અમેરિકન નાગરિક છે. તેલંગાણા સીઆઇડીના સાયબર સેલ શાખા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સતત ચાઇલ્ડ પોર્નોગ્રાફી  વિડીયો અપલોડ કરતો એટલે ઇન્ટરપોલની ચાંપતી નજર એની પર હતી જ અને અંતે એ પકડાઇ ગયો.

તપાસ કરતાં જોન્સ ભારતમાં હાજર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને આઇપી એડ્રેસ દ્વારા સાયબર પોલીસે એને શોધી કાઢ્યો હતો. એની પાસે ૨૯૨૮૮ વિડીયો છે અને ૨૪ ટવિટર હેન્ડલ પરથી ઓપરેટ કરતો હતો. આઇપી એડ્રેસના આધારે એની સામે આઇટી અધિનિયમ ૨૦૦૦ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેલંગાણા પોલીસ જોન્સની વધુ માહિતી માટે અમેરિકન દૂતાવાસ અને ઇન્ટરપોલની મદદ લેવા અંગે વિચારે છે.

આરોપી જોન્સ પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ઢગલાબંધ વિડીયો મળી હતી. ધરપકડ પછી જોન્સે કબુલ્યું હતું કે એને બાળપણથી જ બાળ યૌન શોષણની ફિલ્મો જોવાનો શોખ હતો. તેલંગણા પોલીસના સીઆઇડી ઇન્સપેકટર જનરલ સૌમ્ય મિશ્રાએ કહ્યું હતું કે ‘ અમે જોન્સની વધુ માહિતી માટે  અમેરિકન દૂતાવાસ અને ઇન્ટરપોલને લખીશું’.

જોન્સ માધાપુરની બહુરાષ્ટ્રીય અને  પ્રખ્યાત લો કંપનીમાં કાયદાના અધિકારી તરીકે કામ કરે છે. તેની પાસેથી એક લેપટોપ કબ્જે કરવામાં આવ્યો હતો જેમાં ૪૯૦ ગીગાટ્રાઇબની હાર્ડડિસ્ક લાગેલી હતી.