Home » India » Hyderabad » વિદેશી દાઢીવાળા પ્રત્યે મોદીને પ્રેમ, ભારતના દાઢીવાળાઓ પ્રત્યે નફરત કેમ?-ઓવૈસી

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

વિદેશી દાઢીવાળા પ્રત્યે મોદીને પ્રેમ, ભારતના દાઢીવાળાઓ પ્રત્યે નફરત કેમ?-ઓવૈસી

નવી દિલ્હી :   અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું છે. 68માં ગણતંત્ર દિવસ પર સયુંક્ત આરબ અમિરાત (યુએઈ)ના અબુધાબીના રાજકુમાર મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન પીએમ મોદીને મળ્યા તે તેમને ગમ્યું નથી. તેમણે આ મુલાકાત પર આક્રોશ વ્યક્ત કર્યો છે. અલીગઢની એક ચૂંટણી સભાને સંબોધતી વખતે તેમણે કહ્યું કે આપણે આપણા મહેમાનોનું સન્માન કરીએ છીએ અને રાજકુમારનો પણ હ્રદયપૂર્વક આદર હોવો જોઈએ. પરંતુ પીએમને જોઈને એવું લાગ્યું કે તેમણે સવારે યોગ કર્યો નહતો. આથી તેઓ રાજકુમારના આવવા પર હાથ ફેલાવીને તેમનું સ્વાગત કરતા યોગ પણ કરી રહ્યા હતાં.

ઓવૈસી અહીં મોદી પ્રિન્સને ગળે મળ્યાં તેની વાત કરી રહ્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું કે જો મોદીને વિદેશી દાઢીવાળાઓ પર આટલો પ્રેમ હોય તો પછી ભારતીય દાઢીવાળાઓ માટે આવો પ્રેમ કેમ નથી દર્શાવતા? જો કે રેલીમાં તેમણે સીધી રીતે મુસલમાનોનું નામ નહતું લીધુ. કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઈ પણ ચૂંટણી સભામાં જાતિ, ધર્મના નામ પર વોટ માંગી શકાય નહીં. ઓવૈસીએ ભાષણમાં મોદીની જેમ મિત્ર શબ્દ પણ ઉચ્ચાર્યો. જેના પર ત્યાં બેઠેલા લોકોએ તાળીઓ પાડી હતી.

રેલીમાં ઓવૈસીએ નોટબંધીનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે પીએમ એવું કેવી રીતે કહી શકે કે નોટબંધીથી સારા પરિણામ મળ્યાં? 120 લોકોના મોત પર તેઓ શું જવાબ આપશે? તેમણે કેટલું કાળુ નાણું ઝડપ્યું? અત્રે જણાવવાનું કે યુપીમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી છે. અહીં સાત તબક્કામાં મતદાન થનાર છે અને 11 માર્ચના રોજ પરિણામ આવશે. ઓવૈસીની પાર્ટી પણ યુપી ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારી રહી છે. જેથી કરીને તેઓ યુપીમાં પ્રચાર રેલીઓને સંબોધી રહ્યાં છે.