Home » India » Delhi » ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તરીકે આજે ત્રિવેન્દ્રસિંહની તાજપોશી

News timeline

Research
10 hours ago

એસ્ટ્રોનોર્મસે ૨૬ હજાર પ્રકાશવર્ષ દૂર આવેલા બ્લેક હોલની ઇમેજ લીધી

Ahmedabad
12 hours ago

નડિયાદમાં કમળાના વાવર સંદર્ભે પાંચ ટીમો દ્વારા સર્વે

Gujarat
14 hours ago

સૌરાષ્ટ્રમાં શ્રીમદ્દ વલ્લભાચાર્ય પ્રાગટય મહોત્સવની ઉજવણી

Bhuj
15 hours ago

રાપરમાં હાર્દિક પટેલની જાહેરસભાનું આયોજન

Breaking News
16 hours ago

અઝાનનો વિવાદ : સોનુ નિગમને સુરતના યુવકે ધમકી આપી

Bhuj
16 hours ago

કૃષિ મહોત્સવને ખુલ્લો મુકવા ૮મી મેના મુખ્યમંત્રી કચ્છમાં!

Gujarat
17 hours ago

રાજકોટમાં ગાંધીજી ભણ્યા ત્યાં મહાત્માનું અનુભૂતિ કેન્દ્ર બનશે

Gujarat
18 hours ago

રાજકોટમાં ત્રાસવાદની ગતિવિધિ, NIAએ કરેલી તપાસ

Ahmedabad
19 hours ago

ભાજપના નામે ધારાસભ્યો કોંગ્રેસનું નાક દબાવે છે- કામતે રાહુલને રિપોર્ટ સોંપ્યો

Delhi
22 hours ago

અજાણતા ખરાબ ઈરાદા વગર થયેલું ધર્મનું અપમાન કોઈ અપરાધ નથી’

Delhi
22 hours ago

લોકોએ દારૂ પીવો કે નહીં એ નક્કી કરનાર સુપ્રીમ કોર્ટ કોણ?

Chennai
23 hours ago

થર્મોકોલ શીટ મૂકી પાણી બચાવવાનો તામિલનાડુ સરકારનો પ્રયોગ નિષ્ફળ

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તરીકે આજે ત્રિવેન્દ્રસિંહની તાજપોશી

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી મેળવી લીધા બાદ હવે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. આજે ઉત્તરાખંડમાં ભાજપ વિધાનસભા પક્ષની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ત્રિવેન્દ્રસિંહ રાવતના નામ ઉપર મંજુરીની મોહર મારવામાં આવી હતી. વિધાનસભા પક્ષની બેઠકમાં ત્રિવેન્દ્રસિંહ રાવતને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આજે દહેરાદુનમાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે નિર્ણય લેવામાં આવ્યા બાદ આવતીકાલે શનિવારના દિવસે ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આની સાથે જ ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બની જશે.

હાલમાં જ યોજાયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. ભાજપે પાંચ પૈકીના ચાર રાજ્યોમાં સરકાર બનાવી લીધી છે. મણીપુર અને ગોવામાં ભાજપની સરકાર સત્તા સંભાળી ચુકી છે. જ્યારે ઉત્તરાખંડમાં આવતીકાલે ત્રિવેન્દ્રસિંહ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જ્યારે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકેની તાજપોશી રવિવારના દિવસે કરવામાં આવનાર છે. આવતીકાલે યોજાનાર શપથ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક દિગ્ગજો પણ હાજર રહેનાર છે. હાલમાં જ યોજાયેલી ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટાભાગની સીટો જીતી લીધી હતી. ભાજપે ૫૭ સીટો પર જીત હાંસલ કરી હતી. ૭૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીને માત્ર ૧૧ સીટો મળી હતી.

ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના ૧૧માં મુખ્યમંત્રી બનશે. ૨૦મી ડિસેમ્બર ૧૯૯૬૦માં તેમનો જન્મ થયો હતો. નાની વયમાં જ સંઘ સાથે જોડાયા હતા. સંઘના પ્રચારક તરીકે ખૂબ જ સક્રિય રહ્યા છે. ૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાયપુર વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પરંતુ હારી ગયા હતા. ૨૦૧૪માં ડુઈવાલા સિટ પર થયેલી પેટાચૂંટણીમાં પણ તેમની હાર થઈ હતી. ત્યારબાદ તેમને આજ વર્ષે ઝારખંડના પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ વખતે ચૂંટણીમાં રાવતે ડુઈવાલા વિધાનસભા સીટથી હીરાસિંહને ૨૪,૮૬૯ મતે હાર આપી હતી. ત્રિવેન્દ્રસિંહે ફરી એકવાર વિશ્વસનિયતા સાબિત કરી દીધી છે.

ત્રિવેન્દ્રસિંહને ભાજપ પ્રમુખ અમિત શાહના ખૂબ નજીકના વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. ઉત્તરાખંડમાં ભાજપના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી રીતે સંપર્કમાં હતા. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં રાવત ઉત્તરપ્રદેશમાં અમિત શાહની સાથે સંકળાયેલા રહ્યા હતા. ભાજપે જોરદાર સપાટો બોલાવીને તમામ બેઠકો જીતી લીધી હતી. ઝારખંડમાં ભાજપની જીત માટે તેમને તમામ ક્રેડિટ મળી હતી. ઉત્તરાખંડના ભાજપ વડા અજય ભટે કહ્યું છે કે શનિવારના દિવસે ત્રણ વાગે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. પાંચ વર્ષના ગાળા બાદ ભાજપની પહાડી રાજ્યોમાં સત્તામાં વાપસી થઈ છે. ભાજપે અહીં પ્રચંડ બહુમતી મેળવી છે.