Home » India » Delhi » યુપી : ચૂંટણીના પ્રચાર પર ૫૫૦૦ કરોડનો ખર્ચ

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

યુપી : ચૂંટણીના પ્રચાર પર ૫૫૦૦ કરોડનો ખર્ચ

લખનૌ  : ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ઉપર ૫૫૦૦ કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવી હતી. આ અંગેના આંકડા હવે જારી કરવામાં આવી ચુક્યા છે. આજે જારી કરવામાં આવેલા એક સર્વેમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો હતો. ૫૫૦૦ કરોડની રકમમાં નોટ ફોર વોટને લઈને પણ જંગી રકમ ખર્ચ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સીએમએસના ચૂંટણી બાદના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાલમાં જ પુરી થયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જંગી નાણાં ખર્ચ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે પ્રચાર ખર્ચ માટે પ્રતિ ઉમેદવાર ૨૫ લાખ રૃપિયાની મંજુરી આપી હતી પરંતુ આ રહસ્ય જાણીતું છે કે મોટા ભાગના ઉમેદવારોએ ખૂબ વધારે રકમ આના કરતા ખર્ચ કરી હતી. જે રકમ સત્તાવાર રીતે મંજુર કરવામાં આવી હતી તેના કરતા ઘણી જંગી રકમ ખર્ચ કરાઈ હતી. પ્રચાર પ્રવૃત્તિમાં પરંપરાગત અને

બિનપરંપરાગત પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક સામગ્રી જેમાં સ્ક્રીન પ્રોજેકશન, વીડિયો વેનનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં દરેક વોટ પાછળ આશરે ૭૫૦ રૃપિયાનો ખર્ચ થયો છે જે દેશમાં સૌથી વધુ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં આશરે ૨૦૦ કરોડ અને પંજાબમાં ૧૦૦ કરોડથી વધુ રકમ જપ્ત કરવામાં આવી હતી. ૨૦૧૭માં પ્રવાહને જોતા મતદારોની અંદર વહેંચવા માટે એકત્રિત કરાયેલી ૧૦૦૦ કરોડ રૃપિયાની રકમ જપ્ત કરવામાં આવી ચુકી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ૫૫ ટકા વોટરના મત મેળવવામાં આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે આ વિધાનસભાની ચૂંટણી અથવા તે પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં મત માટે નાણા લીધા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નોટબંધી બાદથી ચૂંટણી ખર્ચમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. કેટલાક મતવિસ્તારમાં જ્યાં સ્પર્ધા ખૂબ જ તીવ્ર હતી ત્યાં ૫૦૦ થી ૨૦૦૦ રૃપિયા રકમ વોટરોની સંખ્યા પર ખર્ચ કરવામાં આવી હતી. વોટરોની ભૂમિકા પર પ્રભુત્વ મેળવવા જંગી રકમની ખર્ચ કરાઈ હતી. બે તૃતિયાંશ મતદારોને લઈને જાણવા મળ્યું છે કે અગાઉ કરતા ઉમેદવારોએ વધુ નાણાં ખર્ચ કર્યા હતા.