Home » India » Delhi » પંટ્રોલ પંપ સામે રાષ્ટ્રવ્યાપી દરોડા : કેશબુકમાં ચકાસણી

News timeline

Bollywood
40 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
46 mins ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
52 mins ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

પંટ્રોલ પંપ સામે રાષ્ટ્રવ્યાપી દરોડા : કેશબુકમાં ચકાસણી

નવી દિલ્હી, : દેશમાં કાળા નાણાંના પ્રવાહ ઉપર અંકુશ મુકવાના પ્રયાસના ભાગરૃપે કાર્યવાહીનો દોર જારી રહ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે આજે પેટ્રોલ પંપના માલિકો અને એલપીજી ડિસ્ટ્રીબ્યુટરો ઉપર રાષ્ટ્ર વ્યાપી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શહેરમાં પણ કેટલીક જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં કુલ નવ જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નોટબંધીની પોલિસીના અમલીકરણ દરમ્યાન વાસ્તવિક વેચાણ કરતા વધુના મામલામાં ગેરરીતિઓ થઈ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. પાન ઈન્ડિયા બ્લેક મની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલ પંપના માલિકોના કેશ બુકમાં દરોડાની કાર્યવાહી દરમિયાન ચકાસણી કરવામાં આવી હતી. આઈટી એક્ટની કલમ ૧૩૩-એ હેઠળ પેટ્રોલ પંપના માલિકોના કેશબુકમાં ચકાસણી થઈ હતી. નોટબંધીના ગાળા દરમ્યાન પેટ્રોલ પંપમાં કરવામાં આવેલી ડિપોઝીટના સંદર્ભમાં વેચાણના આંકડાની સરખામણી કરવામાં આવી હતી. ત્રીજી ડિસેમ્બર સુધીના ગાળામાં ફ્યુઅલની ખરીદી માટે જુની નોટને મંજુરી આપવામાં આવી હતી. આઈટી એક્ટના કહેવા મુજબ કેટલીક ગેરરીતિઓ સપાટી ઉપર આવી રહી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ અને એલપીજી ડિસ્ટ્રીબ્યુરોના પ્રાંગણ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ કાર્યવાહી દર્શાવે છે કે સરેરાશ પેટ્રોલ પંપના માલિકોએ વેચાણના કલેકશનના ૧૫ ટકાથી વધુની રકમ જમા કરી હતી. આવા જ એક સર્વે મુજબ એવું જાણવા મળ્યું છે કે ફ્યુઅલ સેલરોએ બીજી ડિસેમ્બર સુધી તેમના વાસ્તવિક વેચાણ કરતા ૨૦ ટકા વધુ રકમ જમા કરી હતી.

પેટ્રોલ પંપના માલિકો દ્વારા રોકડમાં જમા કરવામાં આવી રકમ દર્શાવે છે કે દેશભરમાં જુદા જુદા પમ્પમાં બિનહિસાબી રોકડ રકમને બદલી કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દેશમાં બ્લેકમનીના પ્રવાહને રોકવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮મી નવેમ્બરના દિવસે રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. જોકે કેટલીક રાહતો આપવામાં આવી હતી. બીજી ડિસેમ્બર સુધી પેટ્રોલ પંપ પર જુની નોટને સ્વીકારવા કહેવામાં આવ્યું હતું. એવું જાણવા મમળ્યું છે કે તારીખ બાદ પણ પેટ્રોલ પંપ ઉપર જુની નોટને ચલાવવામાં આવી હતી.

આઈટી અધિકારીઓએ કહ્યું છે કે દરોડા નહીં પરંતુ સર્વેની કામગીરી ચાલી રહી છે. પેટ્રોલ પંપના માલિકોના બિઝનેસ પ્રાંગણ ઉપર આ કાર્યવાહી ચાલી રહી છે. ગયા મહિનામાં આઈટી સર્વે કરવામાં આવ્યા હતા. બીજી ડિસેમ્બર સુધીના છૂટના ગાળા દરમિયાન તેમના વેચાણ કરતા ૨૦ ટકા વધુ રકમ જમા કરવામાં આવી હતી. જે બિનહિસાબી આવકનો સંકેત આપે છે. પેટ્રોલ અને સીએનજી પંપને બીજી ડિસેમ્બર સુધી ૫૦૦ રૃપિયાની નોટ સ્વીકારવા મંજુરી અપાઈ હતી. એલપીજી સિલિન્ડરો માટે ચૂકવણી આ તારીખ બાદ પણ અપાઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં સરકારે ઓપરેશન ક્લિન મની હાથ ધર્યું હતું. જેમાં ૧૮ લાખ વ્યક્તિગતોને ઈમેલ અને એસએમએસ કરવામાં આવ્યા હતા જે લોકોએ પાંચ લાખથી વધુની રકમ જમા કરી હતી, તેમને આ નોટિસ મોકલવામાં આવી હતી.