Home » India » Delhi » રૃપિયા ૨૦૦૦ની નવી નોટ પાછી નહીં ખેંચાય : જેટલી

News timeline

Breaking News
53 mins ago

ઇન્ચાર્જ વિપક્ષના નેતાપદે મોહનસિંહ રાઠવા નિમાયા

World
53 mins ago

થેરેસાને PM પદેથી હટાવવા ૧૫ કન્ઝર્વેટિવ સાંસદોનો અવિશ્વાસનો પ્રસ્તાવ

Ahmedabad
55 mins ago

બાપુએ સોનિયાગાંધીને રાજીનામું મોકલી ‘મનકી બાત’ કહી દીધી

Canada
1 hour ago

અમેરિકાના પ્રવાસીઓએ કેનેડાના તમામ હવાઈ મથકો પર સલામતીના નવા નિયમોનો સામનો કરવો પડશે

Bollywood
1 hour ago

વર્લ્ડકપ જોવા ઉઘાડા પગે પહોંચ્યો અક્ષય, સ્ટેડિયમમાં લહેરાવ્યો ઉંધો તિરંગો

Ahmedabad
3 hours ago

ભાજપ સ્મૃતિ ઇરાનીને રિપિટ કરશે, NRI સી.કે.પટેલનું નામ ચર્ચામાં

Bollywood
3 hours ago

ઋષિ કપૂરે મહિલા ક્રિકેટ ટીમ માટે કરી ટ્વીટઃ ફ્રેન્ડસે કાઢી ઝાટકણી

Gujarat
3 hours ago

ધરમપુરમાં બાળકી 1 ઇંચ લાંબી બુટ્ટી રમતાં રમતાં ગળી ગઇ

Delhi
4 hours ago

લોકસભા સ્પીકર પર કાગળો ઉઠાળનાર કોંગ્રેસના 5 સાંસદોને કરાયા સસ્પેન્ડ

Breaking News
4 hours ago

અહેમદ પટેલ કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે

Gujarat
5 hours ago

વરસતા વરસાદમાં વિસનગરમાં પાટીદારોની એકતાયાત્રા

Canada
5 hours ago

મોસુલમાં આતંકવાદીઓએ કબજામાં રાખેલા લોકોમાં ૨ કેનેડિયન હોવાની શંકા

રૃપિયા ૨૦૦૦ની નવી નોટ પાછી નહીં ખેંચાય : જેટલી

નવી દિલ્હી : નોટબંધી પછી બજારમાં મૂકવામાં આવેલી રૃપિયા ૨૦૦૦ની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની કોઇ જ દરખાસ્ત નથી, એમ નાણા મંત્રી અરૃણ જેટલીએ કહ્યું હતું. આઠ નવેમ્બર, ૨૦૧૬ના રોજ રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટો પરત ખેંચ્યા પછી રૃપિયા ૫૦૦ની સાથે રૃ. ૨૦૦૦ની પણ નવી નોટો બજારમાં મૂકવામાં આવી હતી.’ રૃપિયા ૨૦૦૦ની નોટોને પરત ખેંચવા માટે કોઇ જ દરખાસ્ત નથી’એમ જેટલીએ કહ્યું હતુ.
તેમણે વધુમાં કહ્યું હતું કે  ૧૦ ડિસેમ્બર, ૨૦૧૬ સુધી રિઝર્વ બેંકને જુની નોટોના રૃપિયા ૧૨.૪૪ લાખ કરોડ પરત મળ્યા હતા. આ સબંધમાં મેળવવામાં આવેલી વિગતોને બનાવટી નોટો, ગણવામાં ભુલ અને સંભવિત બે વાર ગણાઇ ગયેલા રૃપિયા જેવા મુદ્દાઓ સર સરખામણી કર્યા પછી જ  અંતિમ આંકડો જાણવા મળશે. તેમણે ઉમેર્યું હતું કે  ૩ માર્ચ ૨૦૧૭ના રોજ બજારમાં ૧૨ લાખ કરોડ અને ૨૭ જાન્યુઆરીના રોજ ૯.૯૨૧ લાખ કરોડ હતા.
તેમણે કહ્યું હતું કે  રોકડને એટલા માટે પરત લેવામાં આવી હતી કે નવી સામાન્ય નોટો બજારમાં મૂકી શકાય જેમાં જીડીપી વધારે, સ્પષ્ટ અને સ્વચ્છ  હશે. ‘ આ કવાયત  ભ્રષ્ટાચાર મીટાવાવ, કાળા નાણાને દૂર કરવા, નકલી નોટ પકડવા અને આતંકી ભંડોળને રોકલાનો એક ભાગ હતી. આ કવાયતના કારણે બેંકોમાં થાપણો વધી જેના કારણે વ્યાજ દરમાં ઘટાડો થશે અને બેંકોને વધારે લોન આપવાની સુવિધા રહેશે’એમ તેમણે કહ્યું હતું.