Home » India » પંજાબમાં હારથી અકાલી નેતા અકળાયા, કહ્યું- લોકોને એટલું આપી દીધુ કે પચ્યુ નહીં અને ઉલટી કરી

News timeline

Delhi
6 hours ago

પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા

Delhi
7 hours ago

ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી

India
7 hours ago

મુંબઇમાં જ્વેલર્સની દુકાનોમાં અખાત્રીજની ખરીદી શુકન પૂરતી સિમિત રહી

Delhi
7 hours ago

નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ

Delhi
7 hours ago

મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન

India
7 hours ago

સિમલા નજીકના ગામમાં ભીષણ આગ : ૫૦ ઘર ખાક

Bangalore
7 hours ago

કઠુઆની ઘટના અત્યંત શરમજનક, બાળકો, મહિલાઓની સુરક્ષાની જવાબદારી સમાજની : કોવિંદ

India
7 hours ago

મ.પ્રદેશમાં જાનૈયાની મીની ટ્રક સોન નદીમાં પડતા ૨૧નાં મોત, આઠ ઘાયલ

Breaking News
21 hours ago

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

Ahmedabad
22 hours ago

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

Ahmedabad
24 hours ago

સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે

Gujarat
1 day ago

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

પંજાબમાં હારથી અકાલી નેતા અકળાયા, કહ્યું- લોકોને એટલું આપી દીધુ કે પચ્યુ નહીં અને ઉલટી કરી

અબોહર : પંજાબમાં હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો અકાલી દળ અને ભાજપના ગઠબંધન માટે ખુબ જ નિરાશાજનક રહ્યાં. જેના પગલે રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે વિવાદાસ્પદ નિવેદન આપી દીધુ છે. તેમણે પોતાની હારનું ઠીકરું જનતા પર ફોડતા કહ્યું કે લોકોને ખુબ વધારે આપી દીધુ જેના કારણે તેઓ પચાવી શક્યા નહીં અને ઉલટી કરી નાખી.

અબોહરના સીતો રોડ સ્થિત એક પેલેસમાં હલકા બલ્લૂઆનાના અકાલી-ભાજપ કાર્યકર્તાઓને બાદલ સંબોધી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે કહ્યું કે આપણે લોકોને જરૂરિયાત કરતા વધુ આપી દીધુ જેના કારણે તેઓ પચાવી શક્યા નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આવનારા 5 વર્ષોમાં જ્યારે દુકાળ પડશે ત્યારે જનતા આપણને યાદ કરશે.

બાદલે કહ્યું કે આગામી 5 વર્ષ બાદ જનતાને તેમનું મહત્વ સમજાશે. બાદલે કહ્યું કે લોકોએ અમારા કામને બિરદાવ્યું નહીં. તેમને હવે ખબર પડશે જ્યારે તેમના અધિકારોનું હનન થશે. આ ઉપરાંત તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને એકજૂટ રહેવાની પણ અપીલ કરી. અત્રે જણાવવાનું કે વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળ અને ભાજપના ગઠબંધનને આમ આદમી પાર્ટી કરતા પણ ઓછી બેઠકો મળી હતી.