Home » India » હરિયાણામાં જાટ આંદોલનને પગલે હાઇ એલર્ટ, ઇન્ટરનેટ સેવા બંધ

News timeline

Top News
1 hour ago

વર્ષના અંતમાં મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેશે

Bollywood
2 hours ago

દિયા મિર્ઝા તેમજ પ્રિયંકા પ્રાદેશિક ફિલ્મ નિર્માણમાં

Bollywood
4 hours ago

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ

Gujarat
4 hours ago

સુરતમાં પિતાના PFના ૧૫ લાખ પર સમન્સ, દીકરો ઈન્કમટેક્સમાં જ રડી પડ્યો

Bhuj
4 hours ago

દ્વારકાનું નવીનીકરણ કરવા ‘પ્રસાદ’ યોજના

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં બે દિવસમાં ૧,૨૦૦થી વધુ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

World
5 hours ago

ન્યૂઝિલેન્ડની સ્કૂલમાં છોકરાઓને સ્કર્ટ અને છોકરીઓને ટ્રાઉઝરની છૂટ

Cricket
6 hours ago

ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ચાર વખત શ્રેણી જીતી

Canada
6 hours ago

કેનેડીયનોએ હવે તોફાની મોસમથી ટેવાવું પડશે : વૈજ્ઞાનિકો

Gujarat
6 hours ago

સતત બીજા દિવસે વડોદરા ગેસ દુર્ગંધની લપેટમાં

Gujarat
7 hours ago

OLX પર બિલાડીના બદલામાં કૂતરું ખરીદવા જતા ભેરવાયા

Bollywood
8 hours ago

સલમાન-કેટરીના પાંચ વર્ષ બાદ ફરીથી સાથે દેખાશે

હરિયાણામાં જાટ આંદોલનને પગલે હાઇ એલર્ટ, ઇન્ટરનેટ સેવા બંધ

ચંડીગઢ : જાટ આરક્ષણ માટે આંદોલન કરતી સંસ્થાઓએ ૨૦મી માર્ચથી સંસદ ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમગ્ર હરિયાણામાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. એટલું જ નહીં, રાજ્યની ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે અને રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે.
હરિયાણા પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર, રોહતક, જજ્જર, ભીવાની, ચારખી દાદરી અને હિસાર સહિતના સંવેદનશીલ જિલ્લામાં ચુસ્તપણે કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. આ ઉપરાંત હિંસક આંદોલન અને અફવાઓને કાબૂમાં રાખવા ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઇ છે.
એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા ટ્રેક્ટર અને ટ્રોલી પર પણ હાલપૂરતો પ્રતિબંધ લાદી દેવાયો છે. લોકો એક સ્થળે ભેગા થઈને હિંસક ઘટનાને અંજામ ના આપે એ માટે આ નિર્ણય લેવો પડયો છે. કોઈ પણ અકુદરતી ઘટના સામે લડવા સેનાને પણ તૈનાત કરી દેવાઈ છે.
બીજી તરફ, ઓલ ઈન્ડિયા જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિનું કહેવું છે કે, અમે કોઈ પણ સંજોગોમાં આંદોલન ચાલુ રાખીશું. આ તબક્કે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. ગયા વર્ષે ફેબુ્રઆરીથી અમે હરિયાણા સરકાર સાથે છ વખત વાતચીત કરી ચૂક્યા છીએ, પરંતુ અમારી માંગ હજુ સુધી સંતોષાઈ નથી.
મનોહર લાલ ખટ્ટર સરકારને જાટોનો પ્રશ્ન ઉકેલવામાં કોઈ જ રસ નથી. એટલે જ અમે ૨૦મી માર્ચે દિલ્હીમાં સંસદ ઘેરાવનો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. આ બાબતને ધ્યાને રાખી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનને જાટોને દિલ્હી આવતા રોકવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, આ રાજ્યોમાં કલમ ૧૪૪ લાગુ કરવાનું પણ સૂચન કર્યું છે.