Home » India » Delhi » મારુતિ સુઝુકીના મેનેજરની હત્યા કેસમાં ૧૩ આરોપીઓને આજીવન કેદ

News timeline

Ahmedabad
28 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
48 mins ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
58 mins ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
6 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

મારુતિ સુઝુકીના મેનેજરની હત્યા કેસમાં ૧૩ આરોપીઓને આજીવન કેદ

ગુડગાંવ :  ગુડગાંવની સ્થાનિક કોર્ટે ૨૦૧૨માં દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટમાં થયેલી હિંસા દરમિયાન કંપનીના મેનેજરની હત્યા કરવા બદલ ૧૩ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર પી ગોયલે શુક્રવારે બચાવ અને ફરિયાદી પક્ષોની દલીલો સાંભળ્યા પછી ચુકાદો શનિવાર સુધી અનામત રાખ્યો હતો. અન્ય ચાર આરોપીઓેને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. જો કે મોટા ભાગના આરોપીઓએ અત્યાર સુધીમાં ચાર વર્ષની સજા પૂર્ણ કરી લીધી છે.
અન્ય ૧૪ આરોપીઓને દંડ ફટકારી મુક્ત કરી દેવામાં આવ્યા છે. આરોપીઓને હત્યા અને અને સંબધિત અપરાધો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આરોપીઓમાં રામ મેહર, સંદીપ ધિલોન, રામવિલાસ, સરબજિત સિંહ, પવનકુમાર, સોહનકુમાર, પ્રદીપકુમાર, અજમેર સિંહ, જિયાલાલ, અમરજિત કપૂર, ધનરાજ ભામ્બી, યોગેશકુમાર અને પ્રદીપ ગુજ્જરનો સમાવેશ થાય છે.
જો કે બચાવ પક્ષના વકીલોએ જણાવ્યું છે કે તેઓ આ ચુકાદાને પંજાબ અને હરિયાણા કોર્ટમાં પડકારશે. ૧૦ માર્ચના રોજ ૩૧ કામદારોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા જ્યારે ૧૧૭ને મુક્ત કરવામાં આવ્યા હતાં. જે પૈકી ૧૩ આરોપીઓને હત્યા માટે જ્યારે ૧૮ આરોપીઓને રમખાણો ફેલાવવા અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.