Home » India » Delhi » રામલલ્લાના આદિત્ય ઉ.પ્રદેશના CM

News timeline

Ahmedabad
11 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
44 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

રામલલ્લાના આદિત્ય ઉ.પ્રદેશના CM

લખનઉ :  દેશના  ગઢ ગણાતા ઉત્તર પ્રદેશની કમાન કટ્ટર હિંદુવાદી અને ભડકાઉ ભાષણો માટે જાણીતા ભગવાધારી યોગી આદિત્યનાથના હાથમાં સોપવામાં આવી છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ૨૧માં મુખ્ય પ્રધાન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પહેલી વખત ઉત્તર પ્રદેશમાં બે ઉપ મુખ્ય પ્રધાન પણ પસંદ કરાયા છે. કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માને ઉપ મુખ્ય પ્રધાન બનાવાયા છે.  યોગી આદિત્યનાથ હિંદુત્વના હિમાયતી છે જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય ઉ. પ્રદેશના ઓબીસી મતદારો પર પ્રભુત્વ ધરાવે છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે કોઇ ભગવાધારી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા છે.
 આ પહેલા ભગવાધારી ઉમા ભારતી મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન રહી ચુક્યા છે. એટલે કે યોગી આદિત્યનાથ દેશના બીજા ભગવાધારી મુખ્ય પ્રધાન બન્યા છે. ૪૪ વર્ષીય યોગી આદિત્યનાથ અને તેની કેબિનેટ રવિવારે શપથ ગ્રહણ કરશે. યોગી આદિત્યનાથની પસંગીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભાજપે હિંદુત્વના એજન્ડા પર જ ઉ. પ્રદેશમાં જીત મેળવી છે, નિષ્ણાંતો માની રહ્યા છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ હિંદુવાદી એજન્ડાનો સમાવેશ કરવામાં આવી શકે છે.
આરએસએસના ખાસ ગણાતા યોગી આદિત્યનાથ ગોરખપુરથી પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. આદિત્યનાથે જ ધર્માંતરણ (ઘર વાપસી), લવ જેહાદ જેવા હિંદુવાદી મુદ્દાઓને બહુ ચગાવ્યા હતા. એવા પણ અહેવાલો છે કે આરએસએસના કહેવાથી જ કટ્ટર હિંદુવાદી ચેહરો ધરાવતા યોગી આદિત્યનાથને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે રાજ્યની કમાન સંપૂર્ણપણે યોગી આદિત્યનાથના હાથમાં ન રહે તે માટે બે ઉપ મુખ્ય પ્રધાન પણ પહેલી વખત પસંદ કરવામાં આવ્યા છે.
રવિવારે યોગી આદિત્યનાથ અને તેની કેબિનેટ શપથ ગ્રહણ કરશે. યોગી આદિત્યનાથ વિરૃદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ૧૮ ગુનાહિત કેસો દાખલ કરવામાં આવી ચુક્યા છે. કેટલાક ધાર્મિક સ્થળોને નુકસાન કરવું, આ ઉપરાંત તેમની વિરૃદ્ધ રમખાણો, જોખમકારક હથ્યારોથી રમખાણો કરાવવા વગેરે આરોપો પણ લગાવવામાં આવી ચુક્યા છે.
યોગી આદિત્યનાથે ખુદ સોગંદનામામાં પોતાની વિરૃદ્ધ કેટલા કેસો છે તેની માહિતી આપી હતી. સૌથી વધુ કેસો ધાર્મિક ભાવનાઓ ભડકાવવી તેમજ રમખાણો સંબંધી છે. તેમની વિરૃદ્ધ ૩૦૭ અંતર્ગત હત્યાના પ્રયાસનો પણ એક કેસ ચાલી રહ્યો છે.