Home » India » પંજાબ સરકારની ગાડીઓ પરથી લાલ લાઈટ હટાવાશે : મહિલાઓને ૩૩ ટકા અનામત

News timeline

Bollywood
2 hours ago

ઇશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ફોટાથી ફરી વિવાદમાં

Cricket
4 hours ago

સૌરવ ગાંગુલીનું અપગ્રેડેડ વર્ઝન છે વિરાટ કોહલીઃ સહેવાગ

World
5 hours ago

વેનેઝુએલામાં ભૂખમરાની સ્થિતિ: 1 કિલો માંસના 3 લાખ, 1 લિટર દૂધના 80 હજાર

Bangalore
5 hours ago

PNB મહાકૌભાંડમાં CBIને મળી મોટી સફળતા, ગોકુલનાથ શેટ્ટી સહિત 3ની ધરપકડ

Bollywood
6 hours ago

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

Bhavnagar
6 hours ago

અમદાવાદથી મુંદ્રા જવા માટે એર સર્વિસ શરૂ થઈ

Canada
8 hours ago

ખેડૂતો અને સરહદની બાબતોમાં અમારી સાથે કેનેડાનું વર્તન યોગ્ય નથી : ટ્રમ્પ

Headline News
8 hours ago

વિન્ટર ઓલિમ્પિક : અલજોના- બુ્રનોની જોડીને પેર્સ ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ

Ahmedabad
8 hours ago

આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

Bollywood
10 hours ago

સાકિબ સલીમ હવે હુમા કુરેશી સાથે ફરી હોરર ફિલ્મ નહીં કરે

Gujarat
10 hours ago

જામનગર: બાળાના દુષ્કર્મ-હત્યામાં પિતાની ધરપકડ

Breaking News
11 hours ago

મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

પંજાબ સરકારની ગાડીઓ પરથી લાલ લાઈટ હટાવાશે : મહિલાઓને ૩૩ ટકા અનામત

ચંડિગઢ :  પંજાબમાં સત્તા પર આવેલા કોંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મહત્ત્વના નિર્ણયો લેવાની શરૃઆત કરી દીધી છે. શનિવારે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકારે વીઆઈપી કલ્ચરને જાકારો આપવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન અમરિન્દર સિંહે મિટિંગ પછી ટ્વીટર પર જાણકારી આપી હતી કે સરકારની કોઈ ગાડીઓ પર લાલ લાઈટ નહીં રહે. કેબિનેટમાં સૌ મંત્રીઓએ સહમતીથી નિર્ણય લીધો છે કે મંત્રી-સાંસદો અને સરકારી અધિકારીઓની ગાડી પર લાલ-પીળી લાઈટો હટાવી દેવાશે.
કેબિનેટે પ્રથમ બેઠકમાં નવી એક્સાઈઝ નીતિને મંજૂરી આપી હતી તથા રાજ્યભરમાં લિકર શોપ (દારૃની દુકાન)ની સંખ્યા ઓછી કરવાનો પણ નિર્ણય લીધો હતો. પંજાબ વિધાનસભાની બેઠક હવે ૨૪મી માર્ચથી શરૃ થશે. પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલે કહ્યુ હતુ કે અમારી પાસે કેબિનેટ મિટિંગનો ૧૫૦ મુદ્દાનો એજન્ડા છે. એટલે કે વિવિધ ૧૫૦ મુદ્દાઓ પર સરકારે નિર્ણય લેવાનો છે. સરકારે ટૂંક સમયમાં જ નવું લોકપાલ બિલ લાવવાનો પણ નિર્ણય કર્યો છે.
સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય મહિલા અનામત અંગે લીધો હતો. સરકારે નક્કી કર્યું છે કે તમામ સરકારી નોકરીમાં ૩૩ ટકા મહિલાઓ માટે અનામત રખાશે. કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓમાં પણ આ નિયમ લાગુ પડશે. વધુમા કેબિનેટે ખેડૂતોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે કોઈ બેંક ખેડૂતોની સંપતિ લિલામ કરી શકશે નહીં. ખેડૂતો લોન ન ભરી શકે એ સંજોગોમાં બેંકો દ્વારા તેમની સંપતિની હરાજી કરવામાં આવતી હોય છે. સરકારે બેંકોની એ જોહૂકમી પર લગામ કસી છે.