Home » India » Delhi » ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પદે ભગવાધારી યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પદે ભગવાધારી યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા

નવી દિલ્હી  : ઉત્તર પ્રદેશના ૨૧મા મુખ્ય પ્રધાન પદે ભગવાધારી યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત ઉપ મુખ્ય પ્રધાન પદે કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ પણ શપથ લીધા હતા. માયાવતીની સરકાર દ્વારા સ્થાપિત કાશીરામ સ્મૃતિ ઉપવનમાં આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.

જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, એલ.કે. અડવાણી, રાજનાથસિંહ તેમજ ભાજપ અને આરએસએસના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ભાજપે ૪૦૩માંથી એક પણ ટિકિટ મુસ્લિમ ઉમેદવારને નહોંતી આપી. જોકે ભાજપના પ્રવક્તા મોહસીન રઝાને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. મોહસીન રઝા પૂર્વ ક્રીકેટર છે અને બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

મોદીના મત વિસ્તાર બનારસમાંથી ધારાસભ્ય નીલકંઠ તિવારીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન, બે ઉપ મુખ્ય પ્રધાનની સાથે આશરે ૨૨ જેટલા કેબિનેટ પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે રાજનાથસિંહના પુત્રને સ્થાન નહોતુ અપાયું.

સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ જ્યારે શપથ ગ્રહણ સમારોહમાં જોડાવવા સ્ટેજ પર આવ્યા ત્યારે ત્યાં હાજર લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. જોકે માયાવતી અને કોંગ્રેસના કોઇ નેતા જોડાયા નહોતા. ગુજરાતમાંથી મુખ્ય પ્રધાન વિજય રુપાણી તેમજ ઉપ મુખ્ય પ્રધાન નિતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

યોગી આદિત્યનાથની પસંદગી આરએસએસના કહેવાથી કરવામાં આવી હોવાના અહેવાલો છે. હવે તેમની સામે અનેક પડકારો પણ આવી શકે છે. રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામાં આવી શકે છે.

રાજભવનમાં પત્રકારોની સાથે વાતચીત દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રામ મંદિરનો મુદ્દો મારા ધ્યાનમાં જ છે, વિકાસના માર્ગે મારી કામગીરી સંભાળીશ.