Home » India » જાટ આંદોલનની દિલ્હી કૂચ મોકૂફ, સરકારે અનામત આપવાની ખાતરી આપી

News timeline

Bollywood
4 hours ago

દબંગ-૩માં સની લિયોન પણ ભૂમિકા નિભાવશે

Cricket
6 hours ago

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

India
7 hours ago

160 કિ.મી સુધી ખોટી દિશામાં દોડતી રહી ટ્રેન: મહારાષ્ટ્રના બદલે MP પહોંચ્યા ખેડૂતો

Bollywood
8 hours ago

અભિષેક બચ્ચન નવી કોમેડી ફિલ્મમાં ચમકશે

Bollywood
10 hours ago

સડક ફિલ્મના બીજા ભાગ પર કામ શરૃ

India
10 hours ago

કુપવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ: 3 આતંકી ઠાર, 1 જવાન શહીદ

Top News
12 hours ago

અમેરિકાની પોતાના નાગરિકોને સાઉદી અરબની યાત્રા વખતે યમનથી સાવચેત રહેવાની ચેતવણી

Entertainment
12 hours ago

ગુજરાતી વેડીંગ ઇન ગોવાનું ગીત વર્લ્ડ રેકોર્ડમાં

Cricket
14 hours ago

વિરાટ કોહલીની ૫૦ આંતરરાષ્ટ્રીય સદી

Bollywood
16 hours ago

કલ્કીને ઐતિહાસિક પુસ્તકો ખુબ ગમે છે

Bollywood
18 hours ago

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

Football
20 hours ago

રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રોમાં રહી

જાટ આંદોલનની દિલ્હી કૂચ મોકૂફ, સરકારે અનામત આપવાની ખાતરી આપી

ચંડીગઢ : ઑલ ઈન્ડિયા જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિએ દિલ્હી કૂચ હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. સમિતિના અધ્યક્ષ યશપાલ મલિકે જણાવ્યું છે કે, અમે ૧૫ દિવસ માટે દિલ્હી કૂચ કરીને સંસદને ઘેરાવ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે કારણ કે, સરકારે અમને અનામત આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.

જાટ સમાજ છેલ્લાં ઘણાં સમયથી નોકરી અને શિક્ષણમાં અનામતની માગ કરી રહ્યા છે. જોકે, સરકારે જાટોને અનામત આપવામાં રસ નહીં દાખવતા તેમણે આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો હતો. જાટ સમિતિએ દિલ્હી સુધી કૂચ કરીને સંસદને ઘેરાવ કરવાની પણ ધમકી આપી હતી.

બાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જાટોને દિલ્હી સુધી કૂચ કરતા રોકવા રાજ્ય સરકારોને જરૃરી તમામ પગલાં લેવાની પણ સૂચના આપી હતી. હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી દિલ્હી જતા જાટોને રોકવા આંતર રાજ્ય ટ્રેક્ટર અને ટ્રોલીની આવનજાવન પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

આ દરમિયાન જાટ નેતાઓ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી મલિકે કહ્યું હતું કે, સરકારે અમને વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ જાટોને અનામત આપશે. આ જ કારણસર સોમવારે આયોજિત દિલ્હી કૂચનો કાર્યક્રમ મોકૂફ કરી દેવાયો છે. અમે ૨૬મી માર્ચ સુધી વાતચીત કરીને બધા નેતાઓ સાથે સહમતિ સાધી લઈશું.

અમે સરકાર સમક્ષ પાંચ માગ રાખી હતી, જે મુદ્દે સહમતિ સધાઈ ગઈ છે.  હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું હતું કે, કેન્દ્રમાં જાટ અનામતની પ્રક્રિયા નેશનલ કમિશન ફોર બેક્વર્ડ ક્લાસના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક પછી શરૃ થશે. અમે દિલ્હીમાં આંદોલનકારી નેતૃત્વ મુદ્દે પણ સહમત થયા છીએ.

૨૦૧૦માં જાટ આંદોલનથી પ્રભાવિત જાટોની સમીક્ષા કરવામાં આવશે. મૃતકોના પરિવારજનો, ઈજાગ્રસ્તો અને આશ્રિતોને નોકરી આપવા સરકાર વિચાર કરશે. તમામ ઘાયલોને જાહેર કરેલું વળતર પણ અપાશે. જાટ આંદોલન ટળી જતા કેન્દ્ર સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. જાટ આંદોલન હિંસક ના બને એ માટે હરિયાણામાં અર્ધ લશ્કરી દળની ૧૩૦ કંપની તૈનાત કરાઈ હતી, ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં કલમ ૧૪૪ પણ લાગુ કરાઈ હતી.