Home » India » Bangalore » આઈડિયા-વોડાફોનના વિલયને મંજૂરી, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

News timeline

Bollywood
4 hours ago

દબંગ-૩માં સની લિયોન પણ ભૂમિકા નિભાવશે

Cricket
6 hours ago

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

India
7 hours ago

160 કિ.મી સુધી ખોટી દિશામાં દોડતી રહી ટ્રેન: મહારાષ્ટ્રના બદલે MP પહોંચ્યા ખેડૂતો

Bollywood
8 hours ago

અભિષેક બચ્ચન નવી કોમેડી ફિલ્મમાં ચમકશે

Bollywood
10 hours ago

સડક ફિલ્મના બીજા ભાગ પર કામ શરૃ

India
10 hours ago

કુપવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ: 3 આતંકી ઠાર, 1 જવાન શહીદ

Top News
11 hours ago

અમેરિકાની પોતાના નાગરિકોને સાઉદી અરબની યાત્રા વખતે યમનથી સાવચેત રહેવાની ચેતવણી

Entertainment
12 hours ago

ગુજરાતી વેડીંગ ઇન ગોવાનું ગીત વર્લ્ડ રેકોર્ડમાં

Cricket
14 hours ago

વિરાટ કોહલીની ૫૦ આંતરરાષ્ટ્રીય સદી

Bollywood
16 hours ago

કલ્કીને ઐતિહાસિક પુસ્તકો ખુબ ગમે છે

Bollywood
18 hours ago

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

Football
20 hours ago

રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રોમાં રહી

આઈડિયા-વોડાફોનના વિલયને મંજૂરી, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

નવી દિલ્હી :    ટેલિકોમ ઓપરેટર આઈડિયાના બોર્ડ વોડાફોન સાથે મર્જરને મંજૂરી આપી દીધી છે. આઈડિયાએ કહ્યું છે કે, નવી કંપનીમાં વોડાફોન પાસે 45 ટકા ભાગીદારી હશે. જ્યારે આઈડિયા પાસે 26 ટકા ભાગીદારી હશે. આઈડિયાએ તે પણ કહ્યું કે, વોડાફોન લગભગ 4.9 ટકા ભાગીદારી આઈડિયા પ્રોમોટર્સને ટ્રાન્સફર કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. મર્જર બાદ નવી કંપની ટેલિકોમ સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપની થશે. જેના લગભગ 38 કરોડ કસ્ટમર્સ હશે.

આઈડિયા પ્રોમોટર્સ પાસે એડિશનલ 9.5 ટકા ભાગીદારી લેવાનો અધિકાર છે. પ્રોમોટર્સ 130 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ભાગીદારી લઈ શકે છે. ચેરમેન એપોઈન્ટ કરવાનો અધિકારી માત્ર આઈડિયાના પ્રોમોટર્સ પાસે છે. વોડાફોન પાસે નવી કંપનીના સીએફઓના એપોઈન્ટ કરવાનો અધિકાર છે. મર્જર થયેલી કંપનીમાં વોડાફોન 50 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરશે. મર્જર પહેલા બંને કંપનીઓ સ્ટેન્ડલોન ટાવર્સને વેચશે.

ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ એજન્સી અનુસાર આ ડીલની સફળ થયા બાદ મર્જર બાદ બનનાર કંપની ટેલિકોમ સેક્ટરમાં ભારતની સૌથી મોટી કંપની થશે. જેનું માર્કેટ શેર 40 ટકા અને સબ્સક્રાઈબર બેસ 38 કરોડ હશે. એજન્સી રિપોર્ટમાં જણાવ્યું છે કે, વોડાફોન અને આઈડિયાના મર્જરથી બનનાર કંપનીની રેવન્યૂ 77,500 કરોડથી 80,000 કરોડ રૂપિયા હશે. 7 સર્કલ્સમાં વોડાફોન ઈન્ડિયાના સ્પેક્ટ્રમ અને આઈડિયાના 2 સ્પેક્ટ્રમ જેનું પરમિટ 2021-22માં ખતમ થશે, જેની કમ્બાઈન્ડ વેલ્યૂ પાછલી લિલામીની કિંમતના હિસાબથી 12,000 કરોડ રૂપિયા છે.