Home » India » પાકિસ્તાનમાં ગુમ થયેલા બંને સૂફી મોલવીઓ સહીસલામત ભારત પાછા ફર્યા

News timeline

Breaking News
45 mins ago

ઇન્ચાર્જ વિપક્ષના નેતાપદે મોહનસિંહ રાઠવા નિમાયા

World
46 mins ago

થેરેસાને PM પદેથી હટાવવા ૧૫ કન્ઝર્વેટિવ સાંસદોનો અવિશ્વાસનો પ્રસ્તાવ

Ahmedabad
48 mins ago

બાપુએ સોનિયાગાંધીને રાજીનામું મોકલી ‘મનકી બાત’ કહી દીધી

Canada
55 mins ago

અમેરિકાના પ્રવાસીઓએ કેનેડાના તમામ હવાઈ મથકો પર સલામતીના નવા નિયમોનો સામનો કરવો પડશે

Bollywood
56 mins ago

વર્લ્ડકપ જોવા ઉઘાડા પગે પહોંચ્યો અક્ષય, સ્ટેડિયમમાં લહેરાવ્યો ઉંધો તિરંગો

Ahmedabad
3 hours ago

ભાજપ સ્મૃતિ ઇરાનીને રિપિટ કરશે, NRI સી.કે.પટેલનું નામ ચર્ચામાં

Bollywood
3 hours ago

ઋષિ કપૂરે મહિલા ક્રિકેટ ટીમ માટે કરી ટ્વીટઃ ફ્રેન્ડસે કાઢી ઝાટકણી

Gujarat
3 hours ago

ધરમપુરમાં બાળકી 1 ઇંચ લાંબી બુટ્ટી રમતાં રમતાં ગળી ગઇ

Delhi
4 hours ago

લોકસભા સ્પીકર પર કાગળો ઉઠાળનાર કોંગ્રેસના 5 સાંસદોને કરાયા સસ્પેન્ડ

Breaking News
4 hours ago

અહેમદ પટેલ કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે

Gujarat
5 hours ago

વરસતા વરસાદમાં વિસનગરમાં પાટીદારોની એકતાયાત્રા

Canada
5 hours ago

મોસુલમાં આતંકવાદીઓએ કબજામાં રાખેલા લોકોમાં ૨ કેનેડિયન હોવાની શંકા

પાકિસ્તાનમાં ગુમ થયેલા બંને સૂફી મોલવીઓ સહીસલામત ભારત પાછા ફર્યા

નવી દિલ્હી : પાકિસ્તાનમાં રહસ્યમય રીતે ગુમ થઇ ગયેલા નિઝામુદ્દીન ઓલિયા દરગાહના પ્રમુખ સજ્જાદાનશીન સૈયદ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રીજા નાઝિમ અલી નિઝામી આજે સુરક્ષિત રીતે ભારત પાછા ફર્યા છે. બંને મોલવીઓ થોડા દિવસ પહેલા કરાચી એરપોર્ટ પરથી લાપતા થઇ ગયા હતાં.

વાત એમ હતી કે બંને મોલવીઓને પાકિસ્તાની એજન્સીઓએ પૂછપરછ માટે ગેરકાયદેસર રીતે અટકાયતમાં લીધા હતાં. વિદેશમંત્રી સુષમા સ્વરાજની દરમિયાનગીરીથી બંનેની ભારતવાપસી શક્ય બની હતી. બંને મોલવીઓ આજે સુષમા સ્વરાજને મળશે. નાઝિમ અલી નિઝામે પત્રકારોને જણાવ્યું હતું કે પાકિસ્તાનના ઉમ્મત નામના એક અખબારે તેઓ RAWના એજન્ટ હોવાના ખોટા સમાચાર છાપ્યા હતા જેના કારણે પાકિસ્તાની એજન્સીઓએ તેમની અટકાયત કરી હતી.

86 વર્ષીય પીરઝાદા આસિફ નિઝામી વિખ્યાત નિઝામુદ્દીન ઓલિયા દરગાહનાં સૌથી ખાસ સજ્જાદાનશીન છે. કરાચી ખાતે તેમના મોટા બહેન રહે છે. લાહોર ખાતે આવેલી દાતા દરબાર દક્ષિણપૂર્વ એશિયાની સૌથી જૂની દરગાહોમાંની એક છે. અહીંયા નિઝામુદ્દીન ઓલિયા અને ગરીબનવાઝની ઘણી આસ્થા છે. દર વર્ષે બંને દેશોના સૂફી સંતો પાકિસ્તાનથી ભારત અને ભારતથી પાકિસ્તાન જતા આવતા હોય છે.