Home » India » Bangalore » ગોવા બાદ મણિપુરમાં પણ ભાજપે ‘અગ્નિપરીક્ષા’ પાસ કરી

News timeline

Breaking News
53 mins ago

ઇન્ચાર્જ વિપક્ષના નેતાપદે મોહનસિંહ રાઠવા નિમાયા

World
54 mins ago

થેરેસાને PM પદેથી હટાવવા ૧૫ કન્ઝર્વેટિવ સાંસદોનો અવિશ્વાસનો પ્રસ્તાવ

Ahmedabad
55 mins ago

બાપુએ સોનિયાગાંધીને રાજીનામું મોકલી ‘મનકી બાત’ કહી દીધી

Canada
1 hour ago

અમેરિકાના પ્રવાસીઓએ કેનેડાના તમામ હવાઈ મથકો પર સલામતીના નવા નિયમોનો સામનો કરવો પડશે

Bollywood
1 hour ago

વર્લ્ડકપ જોવા ઉઘાડા પગે પહોંચ્યો અક્ષય, સ્ટેડિયમમાં લહેરાવ્યો ઉંધો તિરંગો

Ahmedabad
3 hours ago

ભાજપ સ્મૃતિ ઇરાનીને રિપિટ કરશે, NRI સી.કે.પટેલનું નામ ચર્ચામાં

Bollywood
3 hours ago

ઋષિ કપૂરે મહિલા ક્રિકેટ ટીમ માટે કરી ટ્વીટઃ ફ્રેન્ડસે કાઢી ઝાટકણી

Gujarat
3 hours ago

ધરમપુરમાં બાળકી 1 ઇંચ લાંબી બુટ્ટી રમતાં રમતાં ગળી ગઇ

Delhi
4 hours ago

લોકસભા સ્પીકર પર કાગળો ઉઠાળનાર કોંગ્રેસના 5 સાંસદોને કરાયા સસ્પેન્ડ

Breaking News
4 hours ago

અહેમદ પટેલ કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે

Gujarat
5 hours ago

વરસતા વરસાદમાં વિસનગરમાં પાટીદારોની એકતાયાત્રા

Canada
5 hours ago

મોસુલમાં આતંકવાદીઓએ કબજામાં રાખેલા લોકોમાં ૨ કેનેડિયન હોવાની શંકા

ગોવા બાદ મણિપુરમાં પણ ભાજપે ‘અગ્નિપરીક્ષા’ પાસ કરી

નવી દિલ્હી :    ગોવા બાદ મણિપુરમાં પણ ભાજપના નેતૃત્વવાળી સરકારે બહુમત સાબિત કરી દેતા હવે વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આજે વિધાનસભામાં ધ્વની મતથી ફ્લોર ટેસ્ટ પાસ કર્યો. 60 સભ્યોવાળી વિધાનસભામાં 33 સભ્યોએ તેમની સરકારને સમર્થન આપ્યું. આ સાથે જ ભાજપના યમનમ ખેમચંદ સિંહને વિધાનસભાના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. બિરેન સિંહે 16 માર્ચના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. મણિપુરમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. વિશ્વાસનો મત જીત્યા બાદ બિરેન સિંહે તેમની ટીમનો આભાર માન્યો હતો. તેમણે આ સફળતાનો યશ પીએમ મોદી અને મણિપુરની જનતાને આપ્યો હતો.

આ અગાઉ ભાજપે ગુરુવારે એક અપક્ષ અને એક તૃણમૂલ કોંગ્રેસના વિધાયક સહિત પોતાના તમામ વિધાયકોને ગુવાહાટીની એક હોટલમાં રાખ્યાં હતાં. ભાજપ સરકારમાં મુખ્યમંત્રી બિરેન સિંહને મળીને કુલ બે ભાજપના વિધાયક મંત્રી છે. જ્યારે NPPના ચાર, NPF, LJPના એક-એક અને ભાજપમાં જોડાયેલા એક કોંગ્રેસ વિધાયકને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે.

અત્રે જણાવવાનું કે ભાજપે મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 21 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 28 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ આમ છતાં નાની પાર્ટીઓ અને અપક્ષોની મદદથી ભાજપે મણિપુરમાં સરકાર બનાવી જ્યારે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો મેળવીને પણ સત્તાથી દૂર થઈ. ગોવામાં પણ ભાજપે બીજા નંબરે રહીને પ્રથમ નંબરે આવેલી કોંગ્રેસને સત્તાથી દૂર કરી હતી.,