Home » India » Delhi » સાપની સ્મલિંગનો પર્દાફાશઃ રૂા. 2 કરોડના સાપ વાયા નેપાળ મોકલાઈ રહ્યા હતા ચીન

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

સાપની સ્મલિંગનો પર્દાફાશઃ રૂા. 2 કરોડના સાપ વાયા નેપાળ મોકલાઈ રહ્યા હતા ચીન

અમદાવાદ :  ભારતમાંથી વાયા નેપાળ થઈ ચીનમાં સાપની સ્મગલીંગ કરવામાં આવી રહી હતી. આ આખા રેકેટનો પર્દાફાશ ત્યારો થયો જ્યારે ભારત-નેપાળની સરહદે રેડ સેન્ડ બોઆ પ્રજાતિના સાપ અને હરણના શિંગડા સાથે પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા.

આ લુપ્ત થતી પ્રજાતિના સાપમાંથી સેક્સપાવર અને કેન્સરની દવા બનાવવામાં આવે છે તો વળી વિદેશોમાં મોટી મોટી હોટેલમાં ખાસ સ્નેક એક્વેરિયમમાં આવા સાપને રાખવામાં આવે છો પોલીસે રૂા. 2 કરોડની કિમંતના રેડ સેન્ડ બોઆ નામની લુપ્ત થતી પ્રજાતિના રૂા. 2 કરોડની કિંમતના સાપ અને 50 લાખની કિંમતના હરણના શિંગડા સાથે તસ્કરોને ઝડપી પાડ્યા હતા.

છાપો મારીને મેળવાયેલ સાપ અને શીંગડાને વનવિભાગને સોંપી દેવાયા હતા અને તસ્કરોને પોલીસ હિરાસતમાં લેવાયા હતા. જેમાં તેમની પૂછપરછમાં ચૌંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

ભારત-નેપાળની સરહદ ઉપર તૈનાત એસએસબી અને વનવિભાગની ટીમે સાથે મળીને રેડ પાડી હતી જેમાં રેડ સેન્ડ બોઆ પ્રજાતિના બે સાપ, હરણના બે સિંગડા સાથે તસ્કરોને ઝડપી પાડ્યા છે. અલીજમ અંસારી અને મો. ફિદા હુસૈન ભદ્રપુર થઈને નેપાળના રસ્તે સાપ અને શિંગડાને ચીન મોકલવાની વાતનો ખુલાસો કર્યો હતો.

આ તસ્કરોને પહેલેથી મળેલી બાતમીને આધારે રવિવારે સાંજે જામોનિગુરી નજીક નેપાળની સરહદમાં પ્રવેશતી વખતે ઝડપી પાડ્યા હતા. આ રેડ  એસએસબીના આસિસ્ટન્ટ કમાન્ડર કુમાર સુંદરની આગેવાની હેઠળ પાડવામાં આવી હતી.