Home » India » Hyderabad » ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૃ

News timeline

Bollywood
4 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
4 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
4 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
7 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
7 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
7 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
9 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
9 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
10 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
10 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
10 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
11 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૃ

ભુવનેશ્વર : ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક આજે ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને જીતના મક્કમ ઈરાદા સાથે શરૃ થઈ હતી. આ બેઠકમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોર બાદ પહોંચી ગયા હતા. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, નાણામંત્રી અરૃણ જેટલી સહિતના નેતાઓ પણ પહોંચી ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ શાનદાર જીત મેળવી લીધા બાદ આ બેઠક ભુવનેશ્વરમાં યોજાઈ રહી છે. ભાજપના હોદ્દેદારો રાષ્ટ્રીય કારોબારીની બેઠકની રૃપરેખા તૈયાર કરવામાં લાગેલા છે. હાલમાં જ ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં શાનદાર જીત મેળવી હતી. સાથે સાથે ગોવા અને મણીપુરમાં પણ સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. ભુવનેશ્વરમાં બે દિવસની બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પહોંચી ગયા છે. મિશન ઓરિસ્સાની તૈયારીમાં ભાજપના વરિષ્ઠ લોકો લાગી ગયા છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પહોંચી ગયા છે. વર્તમાનમાં ઓરિસ્સા વિધાનસભામાં ભાજપના ૧૦ ધારાસભ્ય છે. એક લોકસભા સાંસદ છે. ભાજપ દલિત, મહિલા અને નબળા વર્ગ તથા યુવાનો પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. ગુજરાત, હિમાચલપ્રદેશ, કર્ણાટક, મેઘાલય અને ત્રિપુરાને છોડીને ભાજપે કાર્યકારીની બેઠક માટે ભુવનેશ્વરની પસંદગી કર્યા બાદ જ રાજકીય વર્તુળોમાં આની ચર્ચા જોવા મળી રહી છે. કારોબારીની બેઠક સાથે જ ભાજપે ઓરિસ્સામાં પણ તૈયારી માટે રણશીંગુ ફૂંકી દીધું છે. મળેલી માહિતી મુજબ કારોબારીમાં ૪૦ કેન્દ્રિય મંત્રી, ૧૩ રાજ્યોના મુખ્યમંત્રી પહોંચી ચુક્યા છે. ભાજપના નેટવર્કને દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાવવા અને અન્ય જુદા જુદા પાસા પર આ બેઠકમાં ચર્ચા થનાર છે. આ ઉપરાંત ભાજપની યોજનાઓને લોકોની સમક્ષ લઈ જવા માટે પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં સરકાર આગામી મહિનામાં ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે ઓરિસ્સામાં હાલમાં જ સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય દેખાવ કરનાર પાર્ટી આગામી ચૂંટણીમાં રાજ્યમાં સત્તા ઉપર આવવા પણ પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે બંગાળમાં પણ પાર્ટીનો દેખાવ જોરદાર રહ્યો છે. ૨૦૧૯માં પણ મોદી દેશના વડાપ્રધાન તરીકે રહે તેવી લોકોની ઈચ્છા હોવાનો દાવો નાયડુએ કર્યો હતો. નાયડુએ કહ્યું હતું કે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મુખ્ય ધ્યાન કલ્યાણકારી યોજનાઓ ઉપર કેન્દ્રિત રહેશે. સાથે સાથે મોદીની યોજનાઓ ઉપર કામ આગળ વધારવામાં આવશે. તેની ગરીબલક્ષી સ્કીમો અને નીતિઓના લીધે મોદી સરકારમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. તમામ લાભ લોકો સુધી પહોંચે તેવા પાસા ઉપર પણ બેઠકમાં ચર્ચા થઈ રહી છે. આદિવાસી બાબતોના પ્રધાન અને ઉર્જા પ્રધાન પીયુષ ગોયલ પણ ભુવનેશ્વરમાં નેલ્કોના વીન્ડ પાવર પ્લાન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીમાં ઘણા મુદ્દા એવા છે તેના ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થનાર છે. દીપ પ્રગટાવીને ભાજપની કારોબારી બેઠકની શરૃઆત કરવામાં આવી હતી. આવતીકાલે પણ આ બેઠક જારી રહેશે. કારોબારીમાં સુધારા અને વિકાસના એજન્ડા ઉપર ધ્યાન અપાશે.