Home » India » ફારુકનું માથું કાપી લાવનારને એક લાખનું ઈનામ જાહેર કરતા બજરંગ દળના નેતા

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

ફારુકનું માથું કાપી લાવનારને એક લાખનું ઈનામ જાહેર કરતા બજરંગ દળના નેતા

આગરા : આગરાના બજરંગ દળના નેતાએ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનું માથું કાપી લાવનારને એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો કરનારા પથ્થરબાજોનો પક્ષ લેનારા અબ્દુલ્લાને નેતા ગોવિંદ પરાશરે દેશદ્રોહી ગણાવ્યાં હતાં. પરાશર બજરંગ દળના ગૌરક્ષા સેલના શહેર પ્રમુખ છે.

આ અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ પરાશર ચર્ચામાં આવ્યાં હતાં. શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવવાની તેમણે જાહેરાત કરી હતી. ફારુક અબ્દુલ્લાનું માથું કાપી લાવનારને ઈનામની જાહેરાત કરનાર બજરંગ દળના આ નેતાએ જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં જે રીતે સેનાના જવાનોને કાશ્મીરી યુવકો ટારગેટ કરી રહ્યાં છે તેનાથી દેશના નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પક્ષના મતભેદોને બાજુમાં મૂકીને સેનાના જવાનોના અપમાનના આવા બનાવોને બધાએ વખોડ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે આમ છતાં પણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ સેનાના જવાનોને પથ્થરોમારનારા એવા પથ્થરબાજોનો બચાવ કર્યો છે. આ ખરેખર દેશદ્રોહી કૃત્ય છે અને કોઈ પણ ભોગે ચલાવી શકાય નહીં. ફારુકના માથા પર એક લાખનું ઈનામ જાહેર કરવા ઉપરાંત તેમણે સરકાર પાસે આવા કૃત્યો સામે આકરા પગલાં લેવાની માંગણી કરી અને ફારુક જેવા નેતાઓને દેશદ્રોહી જાહેર કરવાની પણ માંગ કરી.