Home » Headline News » મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સહિત ૧૨ રાજ્ય ‘NEXT’ની તરફેણમાં

News timeline

Astrology
1 min ago

આપનો આજનો દિવસ

Ahmedabad
11 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
52 mins ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
55 mins ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
58 mins ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

India
1 hour ago

વિશ્વના મોંઘા શહેરોમાં મુંબઈને ૫૭મો ક્રમ

Headline News
1 hour ago

હોકી વર્લ્ડ લીગમાં આજે ભારત-પાક. વચ્ચે ટક્કર

Cricket
1 hour ago

આજથી ઇંગ્લેન્ડમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ

India
2 hours ago

જમ્મુ કાશ્મીરના મસ્જિદની બહાર ડીએસપીની માર મારીને કરાયેલી ક્રુર હત્યા

મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સહિત ૧૨ રાજ્ય ‘NEXT’ની તરફેણમાં

ચાર સંઘ પ્રદેશોએ પણ NEXTની તરફેણ કરી: નવ રાજ્યોએ ના પાડી

જયપુર- ડોકટર બનવા માટે હવે મેડિકલના વિદ્યાર્થીઓએ  નેશનલ એકઝિટ ટેસ્ટ ( NEXT) પરીક્ષા પાસ કરવી પડશે અને આ પરીક્ષાની તરફેણ કરનાર  બાર રાજ્યો અને ચાર સંઘ પ્રદેશમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. એક RIT ના જવાબમાં કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે  કહ્યું હતું કે NEXT  ની તરફેણ કરનાર રાજ્યોમાં  ગુજરાત ઉપરાંત ઝારખંડ, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પંજાબનો સમાવેશ થતો હતો.

જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંડીગઢ, દિલ્હી, આન્દામાન-નિકોબાર અને પોંડીચેરીનો સમાવેશ થતો હતો. આવી પરીક્ષાની તરફેણ નહીં કરનાર રાજ્યોમાં આસામ, ગોવા, કર્નાટક, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, આંઘ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડનો સમાવેશ થયો હતો.

દેશમાં મેડિકલ શિક્ષણના ઘટતા જતા સ્તરની સમસ્યાના ઉકેલ અંગે ખાનગી તેમજ સરકારી મેડિકલ કોલેજોમાંથી  MBBS  પાસ થઇને નીકળતાં  વિદ્યાર્થીઓ માટે ગયા વર્ષે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી જેણે NEXT ની ભલામણ કરી હતી.

કોલેજોના રેન્કિંગ અને એક્રીડીટેશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને અન્ડર ગ્રેજ્યુએટ પર નજર રાખવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નાબુદ કરવા સહિતની મેડિકલ ક્ષેત્રમાં સુધારાનું સુચન કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સુધારા) બિલ ૨૦૧૬ના ડ્રાફ્ટને રજૂ કરાતાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે રાજ્યોને પૂછ્યું હતું કે  શું તેઓ NEXT ની તરફેણ કરે છે?