Home » India » Bangalore » શશિકલાના ભત્રીજા વિરુદ્ધ પાર્ટી ચિહ્ન માટે લાંચ આપ્યાનો ગુનો નોંધાયો

News timeline

Astrology
18 mins ago

આપનો આજનો દિવસ

Canada
23 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
23 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
6 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
8 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
8 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
10 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
10 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
12 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

શશિકલાના ભત્રીજા વિરુદ્ધ પાર્ટી ચિહ્ન માટે લાંચ આપ્યાનો ગુનો નોંધાયો

નવી દિલ્હી  :  AIADMKના ઉપ મહાસચિવ અને શશિકલાના ભત્રીજા ટી.ટી.વી. દિનાકરન સામે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે લાંચ આપવાના આરોપમાં કેસ નોંધ્યો છે.  દિનાકરને આ કેસમાં બંને પાર્ટીની મધ્યસ્થતા કરનાર સુકેશ ચંદેરને 60 કરોડ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી. મળતી માહિતી મુજબ સુકેશ ચંદ્રશેખરે દિનાકરનને કહ્યું હતું કે તેની ચૂંટણીપંચમાં સારી ઓળખાણ છે અને તે AIADMKને તેનું ચૂંટણી ચિહ્ન અપાવી દેશે. આ કામ માટે 60 કરોડ રૂપિયામાં સોદો થયો. જેમાંના 1 કરોડ 30 લાખ રૂપિયા લેતા સુકેશ ઝડપાઇ ગયો. પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે આ પૈસા દિનાકરનના છે.

આર.કે મ્યુનિસિપલ ચૂંટણી પ્રચાર દરમિયાન દિનાકરન પર મતદારોને લાંચ આપ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં એક વ્યક્તિ બે-બે હજારની નવી નોટ આપી રહ્યો હતો, આ વ્યક્તિ પ્રત્યેક મતદાતાને 4 હજાર રૂપિયા આપીને ‘હેટ’ ચૂંટણી ચિહ્ન પર બટન દબાવવા માટે કહી રહ્યો છે. એક અન્ય વ્યક્તિ આ સાથે જ મતદાતા યાદી પર નિશાન લગાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી શશિકલા નટરાજનવાળી પાર્ટી AIADMKના ઉપ મહાસચિવ દિનાકરન ઉમેદવાર હતા. આ પાર્ટીનું ચિહ્ન ‘હેટ’ છે. તામિલનાડૂના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ. પનીરસેલ્વમે થોડા દિવસ પહેલા ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી હતી કે દિનાકરન ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા મતદાતાઓને રૂપિયાની લાલચ આપીને મત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. દિનાકરને તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપને નકારી કાઢ્યા છે.

દિલ્હી પોલીસે આ મુદ્દામાં આઇપીસી કલમ 120-બી, 170 અને પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 8 હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસ આ કેસમાં દિનાકરન અને સુકેશના સંપર્કમાં રહેલા એક બીજા વ્યક્તિની શોધખોળ કરી રહી છે જે વ્યવસાયે વકીલ છે. દિલ્હી પોલીસ આ પહેલા પણ સુકેશ સામે કેસ નોંધી ચૂકી છે.